Not Set/ અમદાવાદના નવા મેયર બન્યા બીજલ પટેલ

અમદાવાદ, 14 જૂનના રોજ અમદાવાદ શહેરને નવા મેયર અને સ્ટેન્ડિગ કમિટીની નિમણૂક કરવામાં છે. નિયમ મુજબ આ વખતે મેયર પદ માટે મહિલાનો વારો હતો. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે જનરલ કેટેગરીના પુરુષનો વારો હતો. ત્યારે આ મલાઈદાર પદ લેવા માટે કોર્પોરેટરોમાં દોડધામ મચી ગઈ હતી. આજે 14 જુનના રોજ અમદાવાદના નવા મેયર તરીકે પાટીદાર બિજલબેન […]

Top Stories Ahmedabad Gujarat Trending
rema અમદાવાદના નવા મેયર બન્યા બીજલ પટેલ

અમદાવાદ,

14 જૂનના રોજ અમદાવાદ શહેરને નવા મેયર અને સ્ટેન્ડિગ કમિટીની નિમણૂક કરવામાં છે. નિયમ મુજબ આ વખતે મેયર પદ માટે મહિલાનો વારો હતો. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે જનરલ કેટેગરીના પુરુષનો વારો હતો. ત્યારે આ મલાઈદાર પદ લેવા માટે કોર્પોરેટરોમાં દોડધામ મચી ગઈ હતી.

આજે 14 જુનના રોજ અમદાવાદના નવા મેયર તરીકે પાટીદાર બિજલબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે.

તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે અમોલ ભટ્ટની વરણી કરવામાં આવી છે. દંડક તરીકે રાજુભાઈ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે અમિત શાહની વરણી કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં મેયર પદે રહેલી મહિલાઓ

જો કે મેયરના પદની વાત કરીએ તો અઢી વર્ષ મહિલા અને અઢી વર્ષ પુરુષનો નિયમ છે. અત્યાર સુધીમાં મેયર પદે રહેલી મહિલાઓની વાત કરીએ તો ભાજપના શાસનમાં પ્રથમ મહિલા મેયર ભાવનાબેન દવે બન્યા હતા. ત્યાર બાદ માલિનીબેન અતીત, મીનાક્ષીબેન પટેલ મેયર પદે રહી ચૂક્યા છે. તો કૉંગ્રેસના શાસનમાં અનિશા બેગમ મિર્ઝા મેયર પદે રહી ચુક્યા છે.