આદેશ/ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સિવાય તમામ રાજ્યોને આ કામ કરવા આપ્યો આદેશ….

તમામ રાજ્યોને જાન્યુઆરી 2022ના અંત સુધીમાં જિલ્લા અને રાજ્ય ગ્રાહક કમિશનમાં તમામ ખાલી જગ્યાઓ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.

Top Stories India
suprime court 1 સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સિવાય તમામ રાજ્યોને આ કામ કરવા આપ્યો આદેશ....

સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર સિવાયના તમામ રાજ્યોને જાન્યુઆરી 2022ના અંત સુધીમાં જિલ્લા અને રાજ્ય ગ્રાહક કમિશનમાં તમામ ખાલી જગ્યાઓ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.

જસ્ટિસ એસ કે કૌલ અને એમએમ સુંદરેશની બેન્ચે અવલોકન કર્યું કે મોટી સંખ્યામાં રાજ્યો નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવાની નજીક છે. તમિલનાડુ અંગે સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશને કેટલાક ન્યાયાધીશોની નિમણૂક કરવી પડશે. રાજ્ય સરકારે આ અંગે તાત્કાલિક કાર્યકારી મુખ્ય ન્યાયાધીશનો સંપર્ક કરવો જોઈએ, અમે આશા રાખીએ છીએ કે નામાંકન તાત્કાલિક કરવામાં આવશે.

આ કેસમાં ન્યાયના મિત્ર બનેલા એડવોકેટ આદિત્ય નારાયણે આયોગમાં સભ્યોની નિમણૂકોને લઈને સર્વોચ્ચ અદાલતમાં વ્યાપક સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે સૂચન કર્યું કે બે મહિનાનો સમય, એટલે કે જાન્યુઆરી, 2022ના અંત સુધીમાં, રાજ્યોને નિર્દેશનું સંપૂર્ણ પાલન કરવા માટે પૂરતો હોવો જોઈએ. આમાં તે રાજ્યોનો સમાવેશ થાય છે જેમણે આદેશનું આંશિક રીતે પાલન કર્યું છે, પરંતુ ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી. મહારાષ્ટ્ર એક અપવાદ છે. તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય બંને તરફથી દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ લીવ પિટિશનના નિર્ણયની રાહ જોવી પડશે.