controversial song of pathan: શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના બેશર્મ ગીતના લઇને દેશભરમાં કેસરિયા રંગ મામલે ભારે વિવાદ થયો આ ગીતને લઇને હિન્દુ સંગઠનનો ભારે નારાજ જોવા મળ્યા હતા અને વિવાદ ખુબ વધી ગયો હતો. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની બહુપ્રતિક્ષિત ફિલ્મ પઠાણના પહેલા ગીત ‘બેશરમ રંગ’ પર લોકો ભારે રોષમાં જોવા મળી રહ્યો છે. દીપિકા પાદુકોણની ‘કેસરી બિકીની’ને લઈને ઘણું રાજકારણ થયું હતું. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે. સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સે ફિલ્મમાં ઘણા ફેરફાર કરવા પડશે.
સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, (controversial song of pathan)ફિલ્મ પઠાણ તાજેતરમાં CBFC પરીક્ષા સમિતિ પાસે પ્રમાણપત્ર માટે ગઈ હતી. સીબીએફસીની માર્ગદર્શિકા અનુસાર ફિલ્મને નજીકથી જોવામાં આવી હતી. કમિટીએ મેકર્સને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આ ફેરફારો ફિલ્મના ગીતો વિશે પણ છે. સમિતિએ પઠાણને તેની થિયેટર રિલીઝ પહેલાં સુધારેલી આવૃત્તિ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.
એજન્સી અનુસાર CBFCના સૂત્રોના જણાવ્યા અનુસાર “સેન્સર બોર્ડ હંમેશા સર્જનાત્મક અભિવ્યક્તિ અને લોકોની સંવેદનશીલતા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખે છે. અમારું માનવું છે કે પરસ્પર વાતચીત દ્વારા તમામ મુદ્દાઓનો ઉકેલ શોધી શકાય છે. જ્યારે સૂચિત ફેરફારો પર કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમે નિર્દેશ કરવા માંગીએ છીએ કે આપણી સંસ્કૃતિ અને માન્યતાઓ ભવ્ય, જટિલ અને સૂક્ષ્મ છે ‘આપણે ધ્યાન આપવું પડશે કે કોઈ વાર્તા દ્વારા તેની વ્યાખ્યા ન થવી જોઈએ. જે સત્ય અને વાસ્તવિકતા પરથી ધ્યાન હટાવે છે. સર્જકો અને પ્રેક્ષકો વચ્ચે વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે. સર્જકોએ આ દિશામાં કામ કરવું જોઈએ.
હવે સેન્સર બોર્ડે પઠાણના મેકર્સને ફિલ્મમાં શું ફેરફાર કરવા કહ્યું છે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે. દીપિકાની ‘કેસર બિકીની’માં રંગ બદલાશે કે પછી સીન્સ એડિટ કરવામાં આવશે? સવાલ મોટો છે, કારણ કે કપડાને લઈને આટલી હંગામા પછી ફિલ્મમાં બદલાવના કિસ્સા અગાઉ ક્યારેય સામે આવ્યા નથી. દીપિકા અને શાહરૂખનું ગીત બેશરમ રંગ ભલે વિવાદોમાં આવ્યું હોય, પરંતુ આ ગીત ચાર્ટબસ્ટરમાં ટોચ પર રહ્યું. તેને 2 અઠવાડિયામાં 150 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
ફડનવીસ/ ફડનવીસનો ફૂંફાડોઃ મુંબઈ મહારાષ્ટ્રનું છે, “કોઈના બાપનું નથી”