water wastage/ સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

એકબાજુ લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી તો બીજી બાજુ કારેલીબાગ પાણી………….

Top Stories Gujarat
Image 2024 04 24T121525.398 સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

Vadodara News: સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં કારેલીબાગમાં ભરઉનાળે નદીઓ વહી રહી છે. નાના ભૂલકાંઓ પાણીમાં રમતા જોવા મળ્યા છે, આ જોઈને કારેલીબાગના પુરવઠા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યાં છે. કાળઝાળ ગરમીમાં હજારો લિટર પાણીનો વેડફાટ થતાં રહેવાસીઓ રોષે ભરાયાં છે.

WhatsApp Image 2024 04 24 at 12.08.55 PM સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

એકબાજુ લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી તો બીજી બાજુ કારેલીબાગ પુરવઠા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં છે. પુરવઠા અધિકારીની સામે પાણીની ટાંકીમાંથી પાણી વહી રહ્યું છે. નાગરિકોને પીવાનું પૂરતું પાણી આપી ન શકનાર સત્તાધીશો સામે પર નાગરિકોએ પાણીના વેડફાટ પર સવાલો ઉઠાવ્યા છે.

WhatsApp Image 2024 04 24 at 12.09.53 PM સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુરમાં મહેશ્વરી પેપરમિલમાં ગેસ ગૂંગળામણથી 3 મજૂરોના મોત

આ પણ વાંચો:અમદાવાદમાં ગરમી વધતા તાવ, ઇન્ફ્લુએન્ઝા, કોવિડ જેવા ચેપી રોગોના કેસોમાં વધારો

આ પણ વાંચો:AMTSની બસ છે કે ‘યમદૂત’, એક દાયકામાં 171ને પહોંચાડ્યા યમસદન