Gujarat Tourism/ નવા વર્ષ નિમિત્તે કચ્છમાં પ્રવાસીઓનો ધસારો

ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભ નિમિત્તે સળંગ ચાર રજાનો યોગ બનતા પ્રવાસન્ સ્થળોએ લોકોનો ધસારો વધ્યો છે. નવા વર્ષનો પ્રારંભ થાય અને ગુજરાતીઓ ફરવા ન નીકલે તેવું બહુ ઓછું બને છે. કચ્છ સહિતના સ્થળોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જબરજસ્ત ધસારો જોવા મળી રહ્યો છે.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 6 3 નવા વર્ષ નિમિત્તે કચ્છમાં પ્રવાસીઓનો ધસારો

ભુજઃ ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભ નિમિત્તે સળંગ ચાર રજાનો યોગ બનતા પ્રવાસન્ સ્થળોએ લોકોનો ધસારો વધ્યો છે. નવા વર્ષનો પ્રારંભ થાય અને ગુજરાતીઓ ફરવા ન નીકલે તેવું બહુ ઓછું બને છે. કચ્છ સહિતના સ્થળોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જબરજસ્ત ધસારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતના ગોવા મનાતા દીવ અને દમણ અને સુરતની નજીકના ડુમ્મસ અને વલસાડના દરિયાકિનારા તથા સાપુતારાની સાથે કચ્છમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. કચ્છમાં આવેલા જાણીતા પ્રવાસન સ્થળો, ઐતિહાસિક સ્થળો ઉપરાંત કાળો ડુગર, સફેદ રણ સહિતના ધાર્મિક સ્થળોએ પર જબરજસ્ત ભીડ જોવા મળી રહી છે.

આ વખતની રજાઓમાં અત્યાર સુધીમાં વીસ હજાર જેટલા પ્રવાસીઓ સફેદ રણનું સૌંદર્ય માણી ચૂક્યા છે તો કાળા ડુંગરને દસેક હજાર પ્રવાસીઓએ નીહાળ્યો હોવાનું કહેવાય છે. દિવાળીના વેકેશનના પ્રારંભમાં ભુજની આસપાસ આવેલી 125થી વધુ હોટેલો એકદમ ફુલ થઈ ગઈ છે. આમ હવે ભુજની હોટેલોમાં અઠવાડિયા માટે તો રહેવા માટે ક્યાંય જગ્યા નથી.

હજી તો રજાનો આ બીજો દિવસ છે. આ જ ધસારો ચાલુ રહ્યો તો લાભપાંચમ સુધી તો ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ માતાના મઢની મુલાકાત લે તેમ મનાય છે. જ્યારે સફેદ રણની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા એક લાખની નજીક પહોંચી જાય તો નવાઈ નહી લાગે. કચ્છમાં આ વખતે કોરોના વિસારે પાડીને વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. આ વખતના પ્રવાસીઓમાં ખાસિયત એ છે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેની પાછળનું કારણ તેનું સુધરેલું ઇન્ફ્રાસ્ટ્રકચર મનાય છે. અમદાવાદ-ભુજ વચ્ચેની વંદે ભારત ટ્રેનનું આખી દિવાળી સીઝન માટેનું બુકિંગ ફુલ માનવામાં આવે છે. આ સિવાય ભુજ જતી બધી ટ્રેનો અને લક્ઝરીઓમાં પણ બુકિંગ ફુલ છે.


આ પણ વાંચોઃ Celebration/ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં નવા વર્ષની ઉજવણી કરી બધાને ચોંકાવ્યા

આ પણ વાંચોઃ Uttarkashi/ ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, ફસાયેલા 40 શ્રમિકોને બચાવવા નવો પ્લાન બનાવ્યો!

આ પણ વાંચોઃ Oberoi Group/ ભારતમાં હોટેલ ઉદ્યોગમાં મોટું યોગદાન આપનાર ઉદ્યોગપતિ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું થયું નિધન