જપ્ત/ ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી બીએસએફએ કરોડો રૂપિયાનું સાપનું ઝેર જપ્ત કર્યુ

BSFએ શુક્રવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી 57 કરોડ રૂપિયાના સાપનું ઝેર જપ્ત કર્યું છે

Top Stories
SAAP ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી બીએસએફએ કરોડો રૂપિયાનું સાપનું ઝેર જપ્ત કર્યુ

બોર્ડર સિક્યુરિટી ફોર્સએ શુક્રવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી 57 કરોડ રૂપિયાના સાપનું ઝેર જપ્ત કર્યું છે. બીએસએફના નિવેદન અનુસાર સાપનું ઝેર પાવડર, ક્રિસ્ટલ અને લિક્વિડના રૂપમાં ત્રણ ક્રિસ્ટલ જારમાં રાખવામાં આવ્યું હતું. પકડાયેલા ઝેરનો જથ્થો આશરે 12 lbs છે અને તેનું વજન 56 ઓસત છે. આંતરરાષ્ટ્રીય કાળા બજારમાં આટલા ઝેરની કિંમત 57 કરોડ રૂપિયા છે. જાર ફ્રાન્સમાં બનાવવામાં આવી છે મેડ ઇન ફ્રાન્સ સાથે ચિહ્નિત થયેલ છે.

બીએસએફએ જણાવ્યું હતું કે “137 બીએન બીએસએફના ચકગોપાલની વિશેષ સર્ચ ટીમે ડોંગી ગામમાં નિર્માણાધીન ખાલી મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘરની સંપૂર્ણ શોધખોળ દરમિયાન તેમને  શંકાસ્પદ સાપના ઝેરના ત્રણ જાર ધરાવતી બોરી મળી આવી હતી, જે રેતી નીચે દફનાવવામાં આવી હતી. BSF એ કહ્યું, “કોબ્રા એસપી – રેડ ડ્રેગન – મેડ ઇન ફ્રાન્સ – કોડ નંબર – 6097” જાર પર અંકિત થયેલું છે.

બીએસએફ પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, ઝેર ફ્રાન્સથી બાંગ્લાદેશ લાવવામાં આવ્યું હોઈ શકે છે અને તસ્કરોએ પણ ઉત્પાદનને ભારતમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે, જ્યાંથી તેને ચીન મોકલવાનો હતો. સાપનું ઝેર ચીનમાં પરંપરાગત દવામાં વપરાય છે