ટૂંકા કપડાં હોસ્ટેલમાં?/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તઘલખી નિર્ણય, ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ ગર્લ્સ હોસ્ટેલના શૈક્ષણિક વર્ષ 2023-24ના નિયમો અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.

Top Stories Rajkot Breaking News
Mantavyanews 11 2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તઘલખી નિર્ણય, ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
  • હોસ્ટેલના અલગ અલગ નિયમો અને લઈને પરિપત્ર જાહેર
  • ગર્લ્સ હોસ્ટેલમાં મર્યાદામાં કપડાં પહેરવા માટેની સૂચના
  • ગર્લ્સ હોસ્ટેલની અંદર ટૂંકા વસ્ત્રો નહીં પહેરી શકાય

Rajkot News: ગર્લ્સ હોસ્ટેલ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે. વિદ્યાર્થિનીઓને રહેવા માટેની હોસ્ટેલના શૈક્ષણિક વર્ષ 2023-24ના નિયમો અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે જેમાં હવે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં શિસ્ત સહિત જુદા જુદા 28 જેટલા નિયમનું ચોક્કસાઈપૂર્વક પાલન કરવાનું રહેશે.

મળતી જાણકારી અનુસાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ ગર્લ્સ હોસ્ટેલના શૈક્ષણિક વર્ષ 2023-24ના નિયમો અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓને મર્યાદામાં કપડા પહેરવા માટેની સૂચના આપવામાં આવી છે.

હોસ્ટેલના પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં પણ વિદ્યાર્થિનીઓએ ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા ઉપર પાબંધી લગાવવામાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ રૂ.1000 નક્કી કરવામાં અવી છે અને વીજળી ખર્ચ સત્ર દીઠ રૂ.500, હોસ્ટેલ માટે એક જ વખત આપવાની થતી ડિપોઝિટ રૂ. 2000 નક્કી કરાયા છે. પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓને જ ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થિની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના કુટુંબી પરિચિત બહેનોને રેક્ટરની મંજૂરી સિવાય રાખી શકશે નહીં. ગર્લ્સ હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થિની ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. રાત્રે 8:30 વાગ્યાથી 9:00 વાગ્યા દરમિયાન દરેક વિદ્યાર્થિનીની હાજરી પુરાશે જેમાં હાજર રહેવું ફરજિયાત રહેશે. રેક્ટરની પરવાનગી વગર કોઈપણ વિદ્યાર્થિની હોસ્ટેલની બહાર રહી શકશે નહીં. તે સિવાય કોઇ પણ વિદ્યાર્થીની પોતાની પાસે હોસ્ટેલમાં ઘરેણા, ઝવેરાત, કિંમતી વસ્તુઓ કે રોકડ રકમ રાખી શકશે નહીં. જો તેમ છતાં વિદ્યાર્થીની પોતાની પાસે કિંમતી સામાન રાખશે અને તે ચોરાઇ જાય તો હોસ્ટેલનો સ્ટાફ કોઇ પણ પ્રકાશે જવાબદાર રહેશે નહીં.

નોંધનીય છે કે તાજેતરમાં  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ પાસે પૈસા ઉઘરાવીને હોસ્ટેલમાં એડમિશન આપવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ પ્રદર્શન કરી ગર્લ્સ હોસ્ટેલના રેક્ટરના રાજીનામાની માંગ કરી હતી.

આ પણ વાંચો:દશેલામાં પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, ચાર લોકોના મોત: એક લાપતા

આ પણ વાંચો:નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, અંબાલાલ પટેલની ભારે આગાહી

આ પણ વાંચો:બાળકીની એક નાની ભૂલ અને મહિલાએ માર્યો ઢોરમાર, જુઓ વીડિયો

આ પણ વાંચો:મને આતંકવાદી ન કહો, મને શહીદ ભગત સિંહની તસવીરવાળી ટી-શર્ટ પહેરવા દો : લોરેન્સ બિશ્નોઈ