ક્રાઈમ/ બાળકીની એક નાની ભૂલ અને મહિલાએ માર્યો ઢોરમાર, જુઓ વીડિયો

વીડિયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નાની અમથી ભૂલના કારણે પાડોશમાં રહેતી મહિલા દ્વારા બાળકીને લિફ્ટમાં લઈ જઈને કઈ પ્રકારે કૃરતા પૂર્વક મારવામાં આવ્યો છે.

Gujarat Surat Trending
Mantavyanews 2 8 બાળકીની એક નાની ભૂલ અને મહિલાએ માર્યો ઢોરમાર, જુઓ વીડિયો

@અમિત રૂપાપરા 

સુરતના મોટા વરાછા વિસ્તારમાં પાડોશમાં રહેતી મહિલા દ્વારા પાડોશીની આઠ વર્ષની બાળકીને નાની એવી બાબતમાં ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇ પરિવારના સભ્યોની માંગણી છે કે, બાળકીને માર માર મહિલાને પણ પોતાની ભૂલનું ભાન થવું જોઈએ. વીડિયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નાની અમથી ભૂલના કારણે પાડોશમાં રહેતી મહિલા દ્વારા બાળકીને લિફ્ટમાં લઈ જઈને કઈ પ્રકારે કૃરતા પૂર્વક મારવામાં આવ્યો છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક પાસે સિલવાસા ટ્વીન ટાવર આવેલું છે. આ સિલ્વાસા ટ્વીન ટાવરમાં પ્રિયેશ ગાબાણી નામના વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. કૃષ્ણ જન્માષ્ટમીના રાત્રિના સમયે ટ્વિન ટાવરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ચાલી રહી હતી. તે સમયે 11થી 11:30 આસપાસ પ્રિયેશ ગાબાણીની 8 વર્ષની દીકરી અને પ્રિયેશની સામે રહેતા કોમલ સોજીત્રા નામની મહિલાના પરિવારના દીકરા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં પ્રિયેશ ગાબાણીની 8 વર્ષની દીકરીનો પગ કોમલ સોજીત્રાને લાગ્યો હતો. બસ આ જ વાતનો રોષ રાખીને કોમલ સોજીત્રા પ્રિયેશ ગાભાણીની 8 વર્ષની દીકરીને ઉચકીને લિફ્ટના ખૂણા પાસે લઈ ગઈ અને બાળકીને કૃરતા પૂર્વક માર માર્યો.

ત્યારબાદ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ આ બાળકી દ્વારા સમગ્ર વાત તેના માતા-પિતાને જણાવવામાં આવી હતી કે, સામે રહેતા કોમલ સોજીત્રા નામની મહિલા દ્વારા કઈ રીતે તેને મારવામાં આવ્યો છે. ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા ધ્યાન પર આવ્યું હતું કે કોમલ સોજીત્રા પહેલા બાળકીને ઊંચકીને લિફ્ટના ખૂણા પાસે લઈ જાય છે ત્યાં બાળકીને પીઠ તેમજ અન્ય ભાગો પર હાથથી માર મારે છે. ત્યારબાદ લિફ્ટનો દરવાજો ખોલી બાળકીને લિફ્ટમાં ફેંકીને પણ કૃરતા પૂર્વક માર મારવામાં આવ્યો છે.

આ ઘટનાને લઈને બાળકીના પરિવારના સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી નાની એવી બાળકીને માર મારનારા કોમલ સોજીત્રાને પોતાની ભૂલનું ભાન થાય. આ ઉપરાંત એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય લોકોનું પણ કહેવું એવું છે કે, બાળકીને જો આ પ્રકારે કરતા પૂર્વક આ મહિલા માર મારતી હોય તો આગામી દિવસોમાં અન્ય બાળકોને આ મહિલા માર નહીં મારે તેની શું ખાતરી અને એટલા માટે જ આ મહિલાને પોતાની ભૂલનું ભાન થવું જોઈએ.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે