Not Set/ શાળાના અભ્યાસક્રમમાં કોરોનાનો સમાવેશ કરનાર દેશનું પહેલું શહેર બન્યું ‘સુરત’

ગુજરાતમાં સૌથી પહેલો કોરોનાનો કેસ ગત વર્ષે સુરતમાં જ દેખાયો હતો અને ત્યારબાદ સુરત મનપાએ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પગલા ભર્યા હતા.

Gujarat Surat
Untitled 70 શાળાના અભ્યાસક્રમમાં કોરોનાનો સમાવેશ કરનાર દેશનું પહેલું શહેર બન્યું ‘સુરત’

રાજય માં છેલ્લા એક  વર્ષ માં કોરોના કેસ મેં લઈને  જે પરિસ્થિતિ  જોવા મળી તે ગંભીર જોવા મળી હતી , જેમાં ઘણા લોકો  કોરોના સંક્રમિત થયા હતા  અને ઘણા મૃત્યુ પણ પામ્યા હતા . જે અંતર્ગત   સરકાર પણ અથાગ  પ્રયત્નો કરતી જોવા મળી . તેવામાં વધુ  એક કિસ્સો સામે આવ્યો જેમાં  સુરત  મહાનગરપાલિકાએ સૌ પ્રથમ દેશમાં તેની અસર સમજી છે.  જેમના  માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મનપા વહીવટીતંત્રનો પ્રયાસ  કરવામાં આવી રહ્યો છે કે  કે આ સત્રથી બાળકોને કોરોના વાયરસનો પાઠ  ભણવવા શરૂ કરવામાં આવે .આ ઉપરાંત.  બાળકોને કોરોના સહિતના અન્ય વાયરસના જોખમો સામે ચેતવણી આપવાના પ્રયાસો કરવામાં આવશે. સુરત એ દેશનું પ્રથમ એવું શહેર છે કે જેણે શાળાના અભ્યાસક્રમમાં ચેપી રોગોનો સમાવેશ, તેનું નિવારણ અને નિવારણના પગલાં શરૂ કર્યા છે.

ગુજરાતમાં સૌથી પહેલો કોરોનાનો કેસ ગત વર્ષે સુરતમાં જ દેખાયો હતો અને ત્યારબાદ સુરત મનપાએ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પગલા ભર્યા હતા. એ પછી કોરોનાની પ્રથમ લહેર હોય કે કોરોનાની બીજી લહેર કોરોનાને દૂર કરવા માટે મનપા વહીવટીતંત્ર દ્વારા નવા નવા પ્રયોગ કરી, દર વખતે વ્યૂહરચના બદલીને બેકાબૂ કોરોનાને નિયંત્રિત કરીને દેશની સામે એક દાખલો બેસાડ્યો છે.

જ્યારે  દરેક બાજુ ત્રીજી લહેરની ચર્ચા થઈ રહી છે અને તેમાં બાળકો સૌથી વધુ ભોગ બનશે તેવું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે મનપા વહીવટીતંત્ર દ્વારા બાળકોમાં જાગૃતિ લાવીને કોરોહવે ના અને અન્ય વાયરસને હરાવવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછા નિધિ પાની કહે છે કે” કોરોના જેવા ચેપનો સામનો કરવા જાગૃતિ એકમાત્ર રસ્તો છે.મનપા વહીવટી તંત્ર એક અભ્યાસક્રમ તૈયાર કરી રહી છે. આ અભ્યાસક્રમમાં બાળકોમાં વાયરસ અને તેના પ્રસારને વ્યવસ્થિત રીતે સમજાવવા સાથે, તેનાથી બચવા અને તેની સાથે વ્યવહાર કરવાના પગલાં લેવામાં આવશે. કોરોના વાયરસ વિષય તરીકે અભ્યાસક્રમમાં લેવામાં આવશે.