Not Set/ રાજકોટ: PUBG ગેમ મુદ્દે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ, PUBG ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે.PUBG ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં લત લાગી ગઈ છે. આ ગેમથી સમયનો ખુબ બગાડ થવાથી જીવન પર અસર પડી રહી છે. સુરતમાં PUBG  ગેમ પર પ્રતિબંધ બાદ હવે  રાજકોટમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ […]

Top Stories Rajkot Gujarat Videos
mantavya 155 રાજકોટ: PUBG ગેમ મુદ્દે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ,

PUBG ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે.PUBG ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં લત લાગી ગઈ છે. આ ગેમથી સમયનો ખુબ બગાડ થવાથી જીવન પર અસર પડી રહી છે.

સુરતમાં PUBG  ગેમ પર પ્રતિબંધ બાદ હવે  રાજકોટમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

PUBG ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ થશે.

બે દિવસ પહેલા જ મધ્ય પ્રદેશના ભોપાલની એક ઘટના સામે આવી હતી અહીં એક યુવક પબજી ગેમ રમવામાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું. સમય રહેતા તેનો પારિવાજનો હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં તેનો જીવ બચવામાં આવ્યો.

યુવકની સારવાર કરનાર ડો. મનન ગોગિયાએ જણાવ્યું હતું કે 25 વર્ષનો યુવક  ઘરના આંગણામાં PUBG ગેમ રમી રહ્યો હતો. તે ગેમમાં એટલો મશગૂલ થઇ ગયો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધું.

જેના કારણે તેના આંતરડા બાળી ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટર ગોગિયાએ કહ્યું હતું કે એસિડ પીવાને લીધે, તેના પેટમાં અલ્સર થઇ ગયું છે અને આંતરડા ચોંટી ગયાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતને નાગપુરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેમની સ્થિતિ જોખમની બહાર કહેવામાં આવી રહી છે.