ભાવ વધારો/ દિવાળીનાં સમયે જનતાનાં માથે વધુ એક મોંઘવારીની માર, શાકભાજીનાં ભાવમાં થયો વધારો

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે લોકોનાં ચહેરા પર ખુશીની જગ્યાએ માયુસી દેખાઇ રહી છે. કોરોના કાળમાં મોંઘવારી વધી, વિતેલા દિવસોમાં વધુ પડતા વરસાદે શાકભાજી અને અન્ય પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે.

Top Stories Business
શાકભાજીનાં ભાવ
  • દિવાળીના સમયે શાકભાજીના ભાવમાં વધારો
  • જનતાના માથે વધુ એક મોંધવારીનો મારો
  • પેટ્રોલ ડીઝલ બાદ શાકભાજીના ભાવમાં ભડકો
  • ડુંગળી અને ટામેટાના ભાવ પહોંચ્યા આસમાને

તહેવારાની સીઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે મોંઘવારીનો સાપ જાણે સામાન્ય નાગરિકોને ડંખ મારી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલનાં સતત ભાવ વધારાનાં કારણે લગભગ તમામ ચીજ-વસ્તુઓની કિંમતમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હવે શાકભાજીનાં ભાવમાં પણ વધારો થતા સામાન્ય નાગરિકનું બજેટ ખોરવાઇ ગયુ છે.

ડુંગળીમાં ભાવ વધારો

આ પણ વાંચો – Covid-19 / એકવાર ફરી WHO એ Covaxin ને ન આપી મંજૂરી, જાણો શું છે કારણ

આપને જણાવી દઇએ કે, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે લોકોનાં ચહેરા પર ખુશીની જગ્યાએ માયુસી દેખાઇ રહી છે. કોરોના કાળમાં મોંઘવારી વધી, વિતેલા દિવસોમાં વધુ પડતા વરસાદે શાકભાજી અને અન્ય પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે. દેશમાં કોરોના મહામારી નબળી પડી રહી હોવાના શુભ સંકેત મળી રહ્યા છે. ત્યારે દિવાળી જેવા તહેવારની સીઝનમાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ એની પર મોંઘવારીની માઠી અસર પણ પડી રહી છે. હાલમાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દિવાળીની ઉજવણી અસ્તવ્યસ્ત કરે એમ લાગી રહ્યું છે. એવામાં શાકભાજી અને ફળફળાદી, અનાજ, ખાદ્ય તેલની કિંમતનાં ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. રાંધણ ગેસનાં સિલેન્ડરનો ભાવ લગભગ 1 હજાર રુપિયા સુધી પહોંચી ગયો છે. હવે પરિસ્થિતિ એ ઉભી થઇ રહી છે કે, કોરોના કાળમાં આર્થિક માર સહન કરી ચૂકેલી જનતા દિવાળીનાં તહેવાર મનાવે કે મોંઘવારી સામે ઘર ચલાવે? ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનાં ભાવ પણઅ આસમાને પહોંચી ગયા છે.

જાણો તાજેતરનાં શાકભાજીનાં ભાવ

ડુંગળીના ભાવ 35-40 રૂપિયા કિલો
ટામેટાના ભાવ 80-90 રૂપિયા કિલો
ચોળીના ભાવ 160 રૂપિયા કિલો
ફુલેવારના ભાવ 80 રૂપિયા કિલો
ગવારના ભાવ 120 રૂપિયા કિલો
ભીંડાના ભાવ 70 રૂપિયા કિલો
બટેટાના ભાવ 25 રૂપિયા કિલો
લીંબુના ભાવ 90 રૂપિયા કિલો
કોથમીરના ભાવ 200 રૂપિયા કિલો

શાકભાજીનાં ભાવ

ઉલ્લેખનીય છે કે, મોંઘવારીની માર ખાસ કરીને સામાન્ય નાગરિકોને પડી રહી છે. દિવાળી જેવા ખાસ તહેવારો પર આ મોંઘવારીની સીધી અસર ખરીદી પર જોવા મળી શકે છે. કારણ કે, કોરોના મહામારીની બીજી લહેર નબળી પડવાની સાથે જ દેશમાં અનલોક પ્રક્રિયા શરુ કરવામાં આવી, જેથી બને એટલી વહેલી તકે થંભી ચૂકેલી અર્થવ્યવસ્થા ફરી એકવાર ગતિમાન બને. જોકે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાઓ કોરોના મહામારીથી પ્રભાવિત થઇ છે. આ મુદ્દે નિષ્ણાંતોનું કહેવુ છે કે, દુનિયાની અર્થવ્યવસ્થાઓને પટરી પર આવતાં સમય લાગશે. જો કે આ મહામારીએ મોટી સંખ્યામાં લોકોનાં જીવનને પ્રભાવિત કર્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…