ખંભાતમાં લવ-જેહાદથી વિપરીત ઘટના/ મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન, પિયરથી જાનથી મારી નાંખવાની ધમકી મળતા કર્યું આવું..

ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં ખુશ છે

Top Stories Gujarat Others
A 200 મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન, પિયરથી જાનથી મારી નાંખવાની ધમકી મળતા કર્યું આવું..

રાજ્યમાં લવ જેહાદનાં કાયદો લાગુ કર્યા બાદ વડોદરા અને વલસાડમાં મળીને કુલ બે કેસ નોંધાઇ ચૂક્યા છે. જબરદસ્તીથી લઘુમતી કોમના યુવકો દ્વારા હિંદુ યુવતીઓને પટાવી-ફોસલાવી યુવતીઓને ધર્મપરિવર્તન કરાવી તેમની સાથે નિકાહ પઢાવી લેવાના અનેક બનાવ બનતા હોય છે. ત્યારે આણંદ જિલ્લાનાં ખંભાત ખાતે તેનાથી વિપરિત કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં છે પણ યુવતીના પરિવાર તરફથી દંપતિને જોખમ હોવાથી યુવતીએ પોલીસ રક્ષણ માગ્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર,આણંદ જિલ્લાના ખંભાતના જૂની મંડાઈસ્થિત સૈયદવાડા ખાતે રહેતી 20 વર્ષીય ફરમીનબાનુ મો. ફારુકાન સૈયદે પોલીસવડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, તેણે 19 જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે દિવસ પહેલાં એટલે કે 17 જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલાં કપડે છોડી દીધું હતું.

આ પણ વાંચો :રાજકોટ લોધીકા રાવકી નદીમાં તણાઈ કાર, 1નું મોત, 2 મહિલાનું કરાયું રેસ્ક્યૂ

હાલમાં તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ, તેઓ તેમને છુટ્ટા પાડવા હિંસક પ્રયાસો કરી રહ્યા છે. તેને તેમજ તેના પતિ ઉત્કર્ષને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. જોકે તેણે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હાલમાં દંપતી ભયભીત હોઈ ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચો :માલવણ હાઇવે પરથી વિદેશી દારૂ સાથે 20,88,310 નાં મુદ્દામાલ સાથે એક આરોપી ઝબ્બે

આ સાથે ફરમીન સૈયદે આપેલી લેખિત અરજીમાં કેટલાક નામો સૂચવીને તેમનાથી ડર હોવાનું પણ જણાવ્યું છે. જેમાં પિતા મો. ફુરકાન સૈયદથી, તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખ્સ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદ્દામ સૈયદ ઉર્ફે મારૂફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસિફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણથી ડર હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના રણકાંઠાના 15 ગામોની 200 મહિલાઓએ લીંબોળી વેંચી 5 લાખથી વધુની આવક કરી

ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં ખુશ છે એવો એક વીડિયો બનાવ્યો છે.  30 સેકન્ડનો આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કર્યો છે.