Not Set/ ઈરાન પરમાણું હથિયાર બનાવવાનું ચાલુ જ રાખશે તો કરવો પડશે દુનિયાભરમાં ક્રોધનો સામનો : અમેરિકા

વોશિંગ્ટન, હાલ ૧૨ જુનના રોજ સિંગાપુરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની ઐતિહાસિક મુલાકાત બાદ એક નવી મિત્રતાનો દોર બંધાયો છે, ત્યારે હવે બીજી બાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણું હથિયારોને લઇ ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ શનિવારે ઈરાનને ધમકી આપતા કહ્યું, ઈરાન દ્વારા […]

World Trending
ap 18044684427760 41a87a20564145847705d4b1ed89e08c2d1f6c4d s900 c85 ઈરાન પરમાણું હથિયાર બનાવવાનું ચાલુ જ રાખશે તો કરવો પડશે દુનિયાભરમાં ક્રોધનો સામનો : અમેરિકા

વોશિંગ્ટન,

હાલ ૧૨ જુનના રોજ સિંગાપુરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની ઐતિહાસિક મુલાકાત બાદ એક નવી મિત્રતાનો દોર બંધાયો છે, ત્યારે હવે બીજી બાજુ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણું હથિયારોને લઇ ઘર્ષણ જોવા મળી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ શનિવારે ઈરાનને ધમકી આપતા કહ્યું, ઈરાન દ્વારા હજી પણ પરમાણું હથિયાર બનાવવાનું ચાલુ જ રાખવામાં આવે છે તો તેઓને દુનિયાભરમાં ક્રોધનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યુ હ્તું કે, “અમને આશા છે કે, ઈરાનની વિરુધ અમેરિકાને સૈન્ય કાર્યવાહી કરવી પડશે નહિ”.

એક ઈન્ટરવ્યૂમાં તેઓએ જણાવ્યું,

“ઈરાન સાથે આંતરરાષ્ટ્રીય પરમાણું ડીલનું ભાગ્ય કઈ પણ રહ્યું હોય પરંતુ તેનો એ મતલબ નથી કે તેઓને પરમાણું હથિયાર હાંસલ કરવાનો અધિકાર મળ્યો છે.

મને આશા છે કે, તેઓ સમજે છે કે પરમાણું હથિયાર બનાવવાનું ચાલુ જ રાખવામાં આવે છે તો તેઓને દુનિયાભરમાં ક્રોધનો સામનો કરવો પડી શકે છે.

ઈરાન હજી પણ વધારે પરમાણું હથિયાર બનાવવા લાગશે તેમજ પરમાણું હથિયાર કાર્યક્રમની જેમ જ વધારવાનું શરુ કરી દેવામાં આવે તો સમગ્ર દુનિયાને તે અસ્વીકાર હશે અને અમે એ રસ્તાઓને ક ખતમ કરી દઈશું.