Not Set/ જો દાવ થઇ ગયો ને !! ઇમરાનનું ‘કબૂતર’ કાશ્મીર પર ટેકો મેળવવા US ગયું, PoK દાવ પર આવી ગયું

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં વઝિર-એ-આઝમ ઇમરાન ખાને દરેક વખતે મોઢા પર થપ્પડ સહન કરવાનો વારો નથી આવી રહ્યા પરંતું આ વખતે તે મોઢ ભર નીચે પટકાવાનો જ વારો આવી ગયો છે. હા એ જુદી વાત છે કે આવું વારંવાર થવા છતાં ઇમરાન અને પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઇ રહ્યા. વાત જાણે એમ છે કે,  પાકિસ્તાન કબજાનાં […]

Top Stories World
raja farooq haidar જો દાવ થઇ ગયો ને !! ઇમરાનનું 'કબૂતર' કાશ્મીર પર ટેકો મેળવવા US ગયું, PoK દાવ પર આવી ગયું

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં વઝિર-એ-આઝમ ઇમરાન ખાને દરેક વખતે મોઢા પર થપ્પડ સહન કરવાનો વારો નથી આવી રહ્યા પરંતું આ વખતે તે મોઢ ભર નીચે પટકાવાનો જ વારો આવી ગયો છે. હા એ જુદી વાત છે કે આવું વારંવાર થવા છતાં ઇમરાન અને પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઇ રહ્યા.

વાત જાણે એમ છે કે,  પાકિસ્તાન કબજાનાં કાશ્મીરનાં વડા પ્રધાન ફારૂક હૈદરને ‘કબૂતર'(શાંતીદૂત) તરીકે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. જેથી તે ત્યાં કાશ્મીર અને કાશ્મીરીઓ મામલે રોદણાં રાઇ પોતાની વાત USનાં ગળે ઉતારી શકે. પાકિસ્તાન ઇચ્છતું હતું કે તેમનું ‘કબૂતર’ ‘ભારત વિરોધી પૂર્વગ્રહ પ્રેરિત સંદેશ’ લઈને જમ્મુ કાશ્મીર મામલે અમેરિકન રાજકારણીઓનો ટેકો મેળવવી લેવામાં સફળ થાય. જો કે, અહીં પણ તેને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે.

 

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વડા પ્રધાન, રાજા પારુક હૈદર.

પી.ઓ.કે. માં યુ.એન. મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે.  વાત એમ હતી કે પાકિસ્તાનના વઝિર-એ-આઝમ ઇમરાન ખાનના ‘ખાાસમ ખાસ’ અને PoKનાં વડાપ્રધાન રાજા ફારૂક હૈદર, દક્ષિણ એશિયાનાં આ મામલે કહેવાતા નિષ્ણાતો સહિત US નાં અમેરિકાનાં ટોચના થિંક ટેન્ક સમા ઘણા નેતાને મળ્યા હતા. ફારૂક સાથે લોબીંગ કરવામાં સારી રીતે કુશળ લોકોનું એક જૂથ પણ US ગયું હતું. જો કે, રાજા સાહેબે ઉલટું ઇમરાન ખાન માટે વધુ મુશ્કેલી ઊભી કરી દીધી છે.

એવું કહેવામાં આવે છે કે 26 ઓગસ્ટના રોજ વુડ્રો વિલ્સન સેન્ટરમાં મળેલી બેઠકમાં દક્ષિણ એશિયાના વરિષ્ઠ નિષ્ણાત માઇકલ કુગ્લમેને જમ્મુ-કાશ્મીર અને પીઓકે પર હૈદરાનો અભિપ્રાય પૂછ્યો હતો, તેમણે પીઓકેમાં યુએનના ફેક્ટ ફાઇન્ડિંગ મિશનને તપાસ કરવાની મંજૂરી આપવાની વાત કરી હતી . નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાને આજદિન સુધી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં યુએનનાં કોઈપણ મિશનને તપાસ કરવાની મંજૂરી આપી નથી. જે ફારૂક દ્રારા આપી દેવામા આવી છે.

raja farooq haidar.jpg1 જો દાવ થઇ ગયો ને !! ઇમરાનનું 'કબૂતર' કાશ્મીર પર ટેકો મેળવવા US ગયું, PoK દાવ પર આવી ગયું

‘કબૂતર’ રાજા ફારૂક હૈદરનું ‘ગુટરગુન’ અહીં બંધ થઈ જાત તો પણ તે પાકિસ્તાન માટે સારી વાત હતી, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસની બેઠકમાં તેમણે પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફિકર અલી ભુટ્ટોને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાનનું બંધારણ લાગુ કરવા બદલ દોષી ઠેરવ્યા હતા. એટલું જ નહીં, કટ્ટરતાને પરિચય આપતા કહ્યું કે, ભુટ્ટોએ પીઓકેની સ્વાયતતાનો નાશ કર્યો છે. જો આ રીતે જોવામાં આવે તો કાશ્મીરના મુદ્દા પર તેમની તરફેણમાં વાતાવરણ સર્જવા ગયેલા રાજા ફારૂક હૈદરે પીઓકેને દાવ પર લગાવી દીધો છે.

‘કબૂતર’ પાકિસ્તાનની દયા પર આધારીત છે 

નોંધવું મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરને પાકિસ્તાન મુક્ત કાશ્મીરનો દરજ્જો આપે છે. પરંતુ ત્યાં પાકિસ્તાનનું બંધારણ અમલમાં છે. એટલું જ નહીં, ત્યાં દરેક રાજકારણી પણ પાકિસ્તાનના સંકેતોને અનુસરે છે. આ ક્ષેત્રમાં સ્વતંત્રતા જેવું કંઈ લાગુ નથી. પાકિસ્તાન આર્મીની જાળ પીઓકેમાં ફેલાયેલી છે. અમેરિકન થિંક ટેન્કના સભ્યએ કહ્યું કે પીઓકે વડા પ્રધાન રાજા હૈદરે જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર સ્વતંત્રતા લડતને ટેકો આપ્યો હતો. જે સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપવાની સીધી બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.વા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.