Not Set/ દ્વારકા : કલ્યાણપુર તાલુકાનું આસોટા ગામ આભ ફાટતાં, ફેરવાયું બેટમાં

ગુજરાત રાજયમાં ઠેર ઠેર મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે.  પરંતુ દ્વારકા જ્યાં લોકો વરસાદ માટે તરસી રહ્યા હતા. ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા. દ્વારકાની આ સૂકી ધરતી પર મેઘો મહેરબાન થયો છે. અને એટલો મહેરબાન થયો કે લોકો એ વરસાદ ના પાણી થી બચવા માટે ઘર ના ધાબા પર ચડી જવું પડ્યું છે. મળતી વિગત […]

Top Stories Gujarat Others Videos
dvarka દ્વારકા : કલ્યાણપુર તાલુકાનું આસોટા ગામ આભ ફાટતાં, ફેરવાયું બેટમાં

ગુજરાત રાજયમાં ઠેર ઠેર મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે.  પરંતુ દ્વારકા જ્યાં લોકો વરસાદ માટે તરસી રહ્યા હતા. ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા. દ્વારકાની આ સૂકી ધરતી પર મેઘો મહેરબાન થયો છે. અને એટલો મહેરબાન થયો કે લોકો એ વરસાદ ના પાણી થી બચવા માટે ઘર ના ધાબા પર ચડી જવું પડ્યું છે.

મળતી વિગત મુજબ, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યું છે. ગામમાં 13 ઇંચ જેટલો અધધધ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતી વણસેલી જોવા મળી રહી છે.

આ આસોટા ગામમાં ક્યારેય પાણી આવતું નહિ, પણ એક કલાકમાં પડેલા વરસાદના કારણે ગામની બજારોમાં નદી વહેતી થઈ ગઈ છે. ખેડૂતોના ગાડાં, બજારમાં રાખેલા વાહનો, ભેંસો, બાઈક, મોટરકાર પાણીના વહેણ સાથે વહેવા લાગ્યા હતા. આહીર સમાજ વાડી ની દીવાલ પણ ધરાયશી થઈ હતી.

ગામમાં લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે. ઘરોમાં ભરાયેલા પાણી ને કારણે લોકો ની તમામ ઘર વખરી પાલડી ગયી છે. અને લોકો ને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તો દુકાન માલિકો ને પણ દુકાન નો તમામ માલ સમાન પાલડી જતાં ભારે નુકશાની વેઠવી પડી રહી છે.

વરસાદ થી બચવા માટે ગ્રામજનો ઘરોના  ધાબા કે ઊંચાણ વાળા વિસ્તારમાં આશરો લેતા જોવા મળ્યા હતા. 13 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ આસોટામાં પૂર ની પરિસ્થિતી સર્જાઈ છે. હાલ તો લોકો પોતાના ઊંચા ઘરની છત પર જ આશરો લઈ રહ્યા છે અને પાણી ઓસરવાની રાહ જોઈ ને બેઠા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.