Not Set/ ગુજરાત હાઈકોર્ટે લવ જેહાદને લઇને લીધો મહત્વનો નિર્ણય

લવ જેહાદનાં કાયદાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લવ જેહાદનાં કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે રોક લગાવી છે.

Top Stories Gujarat Others
1 143 ગુજરાત હાઈકોર્ટે લવ જેહાદને લઇને લીધો મહત્વનો નિર્ણય
  • લવજેહાદના કાયદાને લઈને મોટા સમાચાર
  • લવજેહાદ કાયદાની અમૂક કલમો સામે HCની રોક
  • કલમ 3,4,5 અને 6ના સુધારા સામે HCની રોક
  • લોભ લાલચ પૂરવાર કર્યા સિવાય FIR નહીં
  • આંતરધર્મિય લગ્ન સામે નહીં થઈ શકે ફરિયાદ
  • HCના લવજેહાદ કાયદા પર કાયદાકીય અવલોકન

લવ જેહાદનાં કાયદાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લવ જેહાદનાં કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે રોક લગાવી છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે રોક લગાવી છે.

આ પણ વાંચો – RMC /  નર્મદા પમ્પિંગ સ્ટેશન, બેડી વોટર પમ્પિંગ સ્ટેશન અને ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા કમિશનર અરોરા

હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે, આંતરધર્મીય લગ્નનાં કિસ્સાઓમાં માત્ર લગ્નનાં આધાર પર FIR થઈ શકશે નહિ. ઉપરાંત હાઈકોર્ટે કહ્યું કે, બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય FIR થઈ શકશે નહિ. અંતે ઉલ્લેખનીય છે કે વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદો 15જુનથી લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને 2 લાખ રૂપિયાના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષની સજા અને 3 લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતી, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો – વેકસીનેસન /  આવતીકાલે  ૩૧ સાઈટ પર કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવામાં  ૦૨ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ અપાશે

ઉલ્લેખનીય છે કે, ‘લવ જેહાદ’નું જીન આજકાલ ભારતમાં બોટલમાંથી બહાર નિકળી ગયું છે પરંતુ ઇગ્લેંડ સહિત કેટલાક યુરોપીય દેશોમાં ઘણા વર્ષોથી તેના પર વિવાદ ચાલુ છે. લવ જેહાદ એક વાસ્તવિકતા છે, પરંતુ સાથે જ લવ અને જેહાદ બંને વિરાધાભાસી પણ છે. લવ ક્યારેય જેહાદ ન હોઇ શકે અને જેહાદ પણ ક્યારેય લવ હોઇ ન શકે. જો કે લવ જેહાદ કોઇ એવું શબ્દ નથી જેને રાજકીય વાઘા પહેરાવવામાં આવે. આ એકદમ ગંભીર શબ્દ છે અને તેને કાયદાથી સમજવાની જરૂરિયાત છે. જેને તેનો ગૂઢ અર્થ સમજી લીધો તેના માટે આ અમૃત અને જેને ન સમજ્યો તેના માટે ઝેર.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…