Not Set/ વડોદરા BJP મહામંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની FB પોસ્ટ શેર કરતા વિવાદ

વડોદરા: વડોદરા શહેર BJP ના મહામંત્રી સદાનંદ દેસાઈએ કોંગ્રેસના ઉમેદવાર એવાં શ્વેતા મહેતાનાં ચૂંટણી પ્રચારની FB (ફેસબુક) પોસ્ટ શેર કરી દેતાં નવો જ વિવાદ જન્મ્યો છે. શ્વેતા મહેતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-11ની પેટાચૂંટણીના ઉમેદવાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભાજપના એક કાર્યકરે ઉમેદવારનો વિરોધ કરતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હવે […]

Top Stories Ahmedabad Gujarat Vadodara Trending Politics
Vadodara BJP general secretary quarreled over Congress candidate's FB post

વડોદરા: વડોદરા શહેર BJP ના મહામંત્રી સદાનંદ દેસાઈએ કોંગ્રેસના ઉમેદવાર એવાં શ્વેતા મહેતાનાં ચૂંટણી પ્રચારની FB (ફેસબુક) પોસ્ટ શેર કરી દેતાં નવો જ વિવાદ જન્મ્યો છે. શ્વેતા મહેતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-11ની પેટાચૂંટણીના ઉમેદવાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભાજપના એક કાર્યકરે ઉમેદવારનો વિરોધ કરતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે મહામંત્રીએ કોંગ્રેસના ઉમેદવારનો ફોટો શેર કર્યો છે ત્યારે તેમની સામે શું પગલા લેવામાં આવે છે તે તો સમય જ બતાવશે.

હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-11ની પેટા ચૂંટણી ચાલી રહી છે. આ પેટા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાની સારી કામગીરી કરતી એક ફેસબુક પોસ્ટને વડોદરા શહેર ભાજપના મહામંત્રી સદાનંદ દેસાઈએ લાઇક કરી હતી એટલું જ નહીં તેની પોસ્ટને શેર પણ કરી હતી. આ પોસ્ટને શેર કર્યા પછી શહેર ભાજપના મહામંત્રી દેસાઈ વિવાદના વમળમાં ઘેરાઈ ગયા છે. તેમણે તાજેતરમાં જ એક કાર્યકર સામે શિસ્તભંગના પગલા લઈને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. જો કે શહેર મહામંત્રીની આવી વાત ધ્યાનમાં આવ્યા બાદ ભાજપના જ કેટલાક લોકો દ્વારા તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ મામલે ભાજપના  કાર્યકરો શહેરના સંગઠનના હોદેદારો સામે રજૂઆત કરશે.

સદાનંદ દેસાઈએ બચાવમાં આવું કહ્યું

Sadanand Desai Vadodara BJP વડોદરા BJP મહામંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની FB પોસ્ટ શેર કરતા વિવાદ

આ મામલે શહેર ભાજપ મહામંત્રી સદાનંદ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા ફોનમાંથી કોઈ બાળકે ભૂલથી આ પોસ્ટ લાઇક કરી છે અને તેને શેર કરી દીધી હતી. જયારે મને જાણ થઈ ત્યારે મેં આ પોસ્ટને તાત્કાલિક હટાવી દીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાને રાજકારણની કોઈ ખબર નથી. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. હું પક્ષથી નારાજ નથી. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. મેં કોઈ મોટો ગુનો કર્યો નથી. જે થયું છે તે એક બાળકની ભૂલથી થયું છે. કોંગ્રેસના લોકો ચૂંટણી સમયે જ કામ કરવા બહાર નીકળે છે. બાકી તેઓ ક્યારેય દેખાત જ નથી.”

શ્વેતા મહેતા કહે, ગમે તે બહાને તેમણે ફોટો તો જોયો એટલું ઘણું

Shweta Mehta Vadodara Congress વડોદરા BJP મહામંત્રીએ કોંગ્રેસ ઉમેદવારની FB પોસ્ટ શેર કરતા વિવાદ

આ અંગે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “દરેક લોકોએ સારું કામ કરવું જોઈએ. સદાનંદ દેસાઈએ શેર કરવાના બહાને પણ હું કામ કરી રહી છું તેવો ફોટો જોયો છે, એ જ મારા માટે ઘણું છે. ભાજપે 22 વર્ષથી જો સારું કામ કર્યું હોચ તો આજે રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાયા ન હોત. નાગરિકોમાં ભાજપ પ્રત્યે ઘણો જ આક્રોશ છે. તેમણે હું કઈંક સારું કામ કરતી હોઈશ એટલે જ તેમણે આ ફોટો શેર કર્યો હશે, આ મામલે મારી કોઈની સાથે સ્પર્ધા નથી.”