Friendship day/ ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્રો સાથે બોલીવૂડની આ ફિલ્મો જોઇને બનાવો ખાસ

સ્કૂલ લાઇફથી લઈને વર્કિંગ ક્લાસ સુધી, મિત્રો દરેક ઉંમરે અને દરેક સ્વરૂપે તમારી સામે હોય છે, આપણા જીવનમાં દરેક વ્યક્તિને ખાસ મિત્રની જરૂર…

Trending Entertainment
ફ્રેન્ડશીપ ડે પર

ફ્રેન્ડશીપ ડે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ પહેલી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવી રહ્યો છે. મિત્રતા દિવસ ખાસ મિત્રતાને સમર્પિત છે. લોકો આ દિવસને પોતાના મિત્રો માટે ખાસ બનાવે છે. કેટલાક મિત્રો તેમના મિત્રો સાથે પાર્ટી કરે છે, જ્યારે કેટલાક તેમના મિત્રને ઘરે બોલાવીને પરિવાર સાથે આ દિવસની ઉજવણી કરે છે. સ્કૂલ લાઇફથી લઈને વર્કિંગ ક્લાસ સુધી, મિત્રો દરેક ઉંમરે અને દરેક સ્વરૂપે તમારી સામે હોય છે, આપણા જીવનમાં દરેક વ્યક્તિને ખાસ મિત્રની જરૂર હોય છે, અને મિત્રતાની આ વાતો પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની છે. જો રવિવાર અને મિત્રતા દિવસ એક સાથે હોય, તો આ ફિલ્મો સાથે દિવસ પસાર કરવો ખૂબ જ આંનદમય રહેશે.

શોલે 

હીંદી ફિલ્મોમાં યાદગાર ફિલ્મ એટલે શોલે, આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં પણ જય-વીરુની દોસ્તીએ યાદગાર છાપ છોડી. આ ફિલ્મમાં અમિતાભ , ધર્મેન્દ્ર , સંજીવકુમાર તેમજ બધાં કલાકારો એ અભીનયની અમિટ છાપ છોડી. 1975મા આવેલી આ ફિલ્મે બધાં રેકોર્ડ તોડ્યાં હતાં.

Sholay Completes 40 Years. Here's Why Bollywood Should Never Even Try Making Another 'Sholay'

થ્રી ઇડિયટ

આમિર ખાન, આર. માધવન, શરમન જોશી અને કરીના કપૂર સ્ટારર ‘થ્રી આઈડિટ્સ’, જે 2009માં રિલીઝ થઈ હતી. તે ત્રણ લોકોની મિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે જે સંપૂર્ણપણે અલગ માનસિકતા ધરાવે છે. એન્જિનિયરિંગ કોલેજની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ મનોરંજક તેમજ તદ્દન ભાવનાત્મક છે.

3-Idiots-movie-still-2 - Silhouette Magazine

યારાના 

1981માં આવેલી આ ફિલ્મના બધાં જ ગીત સુપરહીત રહ્યાં. તેમાં પણ ખાસ તેરે જેસા યાર કહાં… આ ગીત લોકોની ભાવનાઓ સાથે જોડાયેલું રહ્યું. આ ફિલ્મની કથા પણ સંઘર્ષ અને દોસ્તી ઉપર રહ્યો. જેમાં કિશન અને બિશનની દોસ્તી, તેમનો સંઘર્ષ ઘણુ બધુ શીખવાડે છે. અમિતાભ અને અમજદ ખાન અભિનીત આ ફિલ્મે દર્શકો ઉપર ઉંડી છાપ છોડી છે.

Yaarana (1981)

જિંદગીના મિલેગી દોબારા

હૃતિક રોશન, અભય દેઓલ અને ફરહાન અખ્તર ફેમ જિંદગીના મિલેગી દોબારા ત્રણ મિત્રોની એક અલગ અને ખૂબ જ મીઠી વાર્તા કહે છે. જે જણાવે છે કે, તમારા પરિવાર, સપના, કામ સાથે જ નહીં પરંતુ તમારા મિત્રો સાથે પણ વાત કરવી ખૂબ જ જરૂરી છે.

Zindagi Na Milegi Dobara Turns Nine: How It Fuelled Millennial Wanderlust - SheThePeople TV

સોનુ કે ટીટુ કી સ્વીટી

જો તમે એક મહાન મનોરંજન માટે ફિલ્મ શોધી રહ્યા છો તો ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ હશે. સોનુ (કાર્તિક આર્યન) અને ટીટુ બાળપણના મિત્રો છે અને દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે જે સોનુને પસાર કર્યા વગર ટીટુને સ્પર્શી શકે. સોનુ તેના મિત્ર ટીટુ વિશે ખૂબ પઝેસિવ છે.

Kartik Aaryan's Sonu Ke Titu Ki Sweety 2, Pyaar Ka Punchnama 3...

દોસ્તાનાં

આ મિત્રતા પર આધારિત એક એક્શન ફિલ્મ છે. તેનું નિર્દેશન રાજ ખોસલાએ કર્યું હતું અને યશ જોહરે પ્રોડ્યુસ કરી હતી. તેમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, ઝીનત અમાન, પ્રેમ ચોપરા, અમરીશ પુરી, હેલન અને પ્રાણ હતા. 1980માં રીલીઝ થયેલી આ ફિલ્મ મિત્રતા પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. એવી ફિલ્મો કે જેનુ નામ લેતા તમને તમારા મિત્રની યાદ અચૂક આવે જ. તો આ ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્ર સાથે આ ફિલ્મો જોવાનું ચુકતા નહી.

Dostana (1980) full movie best Facts | Amitabh Bachchan | Shatrughan Sinha | Zeenat Aman | - YouTube

આનંદ

આનંદની વાર્તા અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની મિત્રતા વિશે છે, જેમાં રાજેશ ખન્ના મૃત્યુ પામે છે ત્યારે તેના મિત્ર અમિતાભને  જીવન જીવવાનું શીખવાડી દે છે. ફિલ્મે આપણા બધાને મિત્રતા અને જીવનનું મહત્વ જણાવ્યું હતું. આ ફિલ્મ તે સમયે સુપરહિટ રહી હતી. 1971માં રીલીઝ થયેલી આ ફિલ્મ આજેય લોકોને એટલી જ પસંદ છે.

Anand—A Film Which Underlines the Purpose of Human Life As Taking Happiness to Others - The New Leam

કુછ કુછ હોતા હૈ

આ ફિલ્મનું નામ આવે એટલે ચેહરા પર પહેલું દ્રશ્ય રાહુલ અને અંજલીનું આવતું હોય છે. તેમાં પણ શાહરૂખ ખાનનો ડાયલોગ પ્યાર દોસ્તી હૈ. આ ફિલ્મમાં ફ્રેન્ડશિપ ડેને સેલિબ્રેટ કરતા બતાવવામાં આવ્યો છે, આ ફિલ્મ દોસ્તી પર જ આધારિત હતી જેમાં અંજલીનો રોલ કાજોલ અને રાહુલની ભૂમિકા શાહરૂખ ખાને નીભાવી હતી.

19 years of Kuch Kuch Hota Hai: Unknown facts about the Shah Rukh Khan-Rani Mukerji-Kajol starrer | Entertainment Gallery News,The Indian Express

દિલ ચાહતા હૈ

આમિર ખાન, અક્ષય ખન્ના, સૈફ અલી ખાનની દોસ્તી બેમિસાલ બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે જિંદગીમાં ખાલી એક જ નહીં તેનાથી પણ વધારે દોસ્ત દિલની નજીક હોય છે.

Quiz: How Well Do You Remember Dil Chahta Hai?

આ પણ વાંચો:બંનેની માતા કટ્ટર દુશ્મન પરંતુ પુત્રો હતા સારા મિત્રો, દોસ્તી માટે જેલમાં ગયા હતા આ

આ પણ વાંચો:બે મુસ્લિમ વિદ્યાર્થીઓએ રામાયણ પર ઓનલાઈન ક્વિઝ જીતી, સર્વત્ર થઈ ચર્ચા

આ પણ વાંચો:ISRO એ શ્રીહરિકોટાથી તેનું પ્રથમ SSLV-D1 લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો