Election/ સ્થાનિક સ્વરાજની મતદાન પ્રક્રિયા પૂર્ણ, જાણો ક્યા, કેટલુ થયુ મતદાન?

સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. એટલે કે 11 કલાક મતદાન પ્રક્રિયા ચાલશે.

Trending
Mantavya 53 સ્થાનિક સ્વરાજની મતદાન પ્રક્રિયા પૂર્ણ, જાણો ક્યા, કેટલુ થયુ મતદાન?

રાજ્યમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, 6 મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આજે ગુજરાતમાં રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું હતું. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી એટલે કે 11 કલાક મતદાન કરી શકાશે. રાજ્યની 8,200 થી વધુ બેઠકો પર 22,200 કરતા વધુ ઉમેદવારોનું ભાવિ EVM માં કેદ થશે.

આપને જણાવી દઇએ કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા સાંજે 6 વાગ્યે પૂર્ણ થઇ ગઇ હતી. ઉમેદવારોનાં ભાવિ EVM માં સીલ થઇ ચુક્યા છે. જે બાદ અલગ-અલગ બુથમાં EVM ને સીલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મતદાન મથકમાં બેઠેલા અધિકારીઓ EVM ને લાખથી સીલ કરી રહ્યા છે, જેથી તેની સાથે કોઇ ચેડા કરી શકાય નહી. જે બાદ આ EVM ને સ્ટોન્ગરૂમમાં કડક સુરક્ષા વચ્ચે લઇ જવામાં આવશે.

પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે જનતાએ ઘણી નિરસતા બતાવી છે, જો કે મહાનગરપાલિકાની ચૂંટણીની સરખમણીમાં મતદાન કરવા માટે વધુ લોકો નિકળ્યા હતા. પરંતુ સરેરાશ મતદાનનાં આંકડાની વાત કરીએ તો તે અંદાજે 60 ટકા રહ્યુ છે. આજે રાજ્યની 231 તાલુકા પંચાયત, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતોની બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ત્યારે તાલુકા પંચાયતનું સરેરાશ 63 ટકા મતદાન, નગરપાલિકાનું સરેરાશ 54 ટકા મતદાન અને જિલ્લા પંચાયતનું સરેરાશ 61 ટકા મતદાન થયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીની સરખામણીમાં પાલિકાનું મતદાન વધારે નોંધાયુ છે.

રાજ્યમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. જ્યારે શહેરીજનોએ મતદાન કરવામાં નિરસતા બતાવી હતી.

નગરપાલિકામાં સરેરાશ કેટલુ મતદાન થયું ?

  • તાપીમાં સરેરાશ 70 ટકાથી વધારે મતદાન નોંધાયુ છે.
  • વડોદરા, વલસાડ, જામનગર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સુરત અને અમદાવાદમાં સરેરાશ 60 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • પંચ મહાલ, ગીર સોમનાથ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, ખેડા, ભાવનગર, પાટણ અને નવસારીમાં સરેરાશ 55 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • સાબરકાંઠા, દાહોદ, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને જુનાગઢમાં 50 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • રાજકોટ, કચ્છ, પોરબંદર અને ભરૂચમાં સરેરાશ 40 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે. જ્યારે નર્મદામાં સરેરાશ 11 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.

જિલ્લા પંચાયતમાં સરેરાશ કેટલુ મતદાન થયું?

  • તાપી અને ડાંગમાં સરેરાશ 70 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • વડોદરા, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, નર્મદા, મોરબી, અરવલ્લી અને આણંદમાં સરેરાશ 65 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • દેવભૂમિ દ્વારકા, વલસાડ, મહેસાણા, ગીર સોમનાથ, પાટણ, મહિસાગર, સુરત, પંચ મહાલ અને જામનગરમાં સરેરાશ 60 ટકા કે તેથી વધારે મતતદાન નોંધાયુ છે.
  • જુનાગઢ, કચ્છ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં સરેરાશ 55 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • દાહોદ, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં 50 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે. વળી ભરૂચમાં સરેરાશ 41 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.

તાલુકા પંચાયતમાં સરેરાશ કેટલું મતદાન થયું?

  • ડાંગ, તાપી અને નર્મદાની વાત કરીએ તો અહી સરેરાશ 70 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • ગાંધીનગર, અમદાવાદ, નવસારી, ખેડા, સાબરકાંઠા, સુરત, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, મોરબી અને મહાસાણામાં સરેરાશ 65 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • વડોદરા, આણંદ, વલસાડ, પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં સરેરાશ 60 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • કચ્છ, જામનગર, જુનાગઢ, છોટા ઉદાપુર, રાજકોટ અને ભાવનગરમાં સરેરાશ 55 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.
  • પોરબંદર,સ બોટાદ, અમરેલી અને ભરૂચમાં સરેરાશ 50 ટકા કે તેથી વધારે મતદાન નોંધાયુ છે.

અહી જુઓ સમગ્ર અહેવાલ

update Time  6.35

સિધ્ધપુરમાં આરોગ્ય તંત્રની બેદરકારી આવી સામે
આ.તંત્ર સૂતુ રહ્યું, હોમ ક્વોરોન્ટાઇન 4 લોકોએ કર્યું મતદાન
સિદ્ધપુરમાં કોરોના દર્દીઓ માટે કરાઇ છે PPE કીટની વ્યવસ્થા
સિદ્ધપુરમાં કોરોના પોઝિટિવના 10 દર્દીઓ
સાંજે 5 વાગ્યા બાદ કોરોનાના દર્દીઓને મતદાન માટે સૂચના હતી
આરોગ્ય તંત્રની બેદરકારીથી અન્ય મતદારોમાં ફેલાયો ફફળાટ

update Time  6.20

બનાસકાંઠા ડીસા નપામાં મતદાન માટે ભીડ
છેલ્લી ઘડીએ મતદાન કરવા ભીડ જામી
છેલ્લા 1 કલાકથી મતદાતાઓની લાગી કતાર

update Time  6.15

મોરબી જિ.પં.ની 24 બેઠક માટે 64.57 ટકા મતદાન
મોરબી તા.પંચાયત માટે 61.87 ટકા મતદાન
માળિયા તા.પંચાયત માટે 61.70 ટકા મતદાન
વાંકાનેર તા.પંચાયત માટે 67.52 ટકા મતદાન
હળવદ તા.પંચાયત માટે 71.77 ટકા મતદાન
ટંકારા તા.પંચાયત માટે 65.29 ટકા મતદાન
જીલ્લામાં કુલ મળીને 65.66 ટકા મતદાન નોંધાયુ

update Time  6.10

વલસાડ જીલ્લાની 6 તા.પં.માં મતદાન 55.38 ટકા
વલસાડમાં 50.34 ટકા મતદાન
કપરાડામાં 60.16 ટકા મતદાન
વાપીમાં 48.05 ટકા મતદાન
ધરમપુરમાં 69.92 ટકા મતદાન
પારડીમાં 54.76 ટકા મતદાન
ઉમરગામમાં 50.13 ટકા મતદાન
સૌથી વધારે ધરમપુર તાલુકા ખાતે મતદાન

update Time  6.05

તાલુકા પંચાયતમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન

સૌથી વધુ ડાંગ જિલ્લામાં મતદાન નોંધાયું

ડાંગ જિલ્લાની 3 તાલુકા બેઠક પર સરેરાશ 72 ટકા મતદાન

ગાંધીનગર તાલુકા પંચાયતમાં તોતિંગ મતદાન

ગાંધીનગરની ત્રણ તાલુકા બેઠક પર 69 ટકા મતદાન

તાલુકા ચૂંટણીમાં ભરૂચમાં સૌથી ઓછું મતદાન

ભરૂચની 9 બેઠક પર સરેરાશ 50 ટકા મતદાન

update Time  6.04

દાહોદ જિલ્લામાં ચૂંટણી બની હિંસક
મતદાનની અંતિમ સમયે ચૂંટણી બની હિંસક
ઝાલોદ તાલુકાના મીરખેડી ખાતે ગાડીઓની તોડફોડ
ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ભાજપના કાર્યકરોની ગાડીઓની તોડફોડ
મીરાખેડી મતદાન મથક નજીક ઘર્ષણ
પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

update Time  5.53

જેતપુરમાં લગ્નના ફેરા ફરી પરત આવી મતદાન કર્યું
નવ પરણિત યુવકે જેતપુરમાં આવી કર્યું મતદાન
જેતપુર શ્રીજી સ્કૂલ ખાતે કર્યું મતદાન

update Time  5.51

છોટાઉદેપુરમાં બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધીનું મતદાન
છોટાઉદેપુર જિ.પં.ની 32 બેઠક પર 64.38 ટકા મતદાન
છોટાઉદેપુર તા.પં.ની 26 બેઠકો પર 62.44 ટકા મતદાન
પાવીજેતપુર તા.પં.ની 22 બેઠકો પર 59.76 ટકા મતદાન
કવાંટ તા.પં.ની 26 બેઠકો પર 66.36 ટકા મતદાન
નસવાડી તા.પં.ની 22 બેઠકો 66.32 ટકા મતદાન
બોડેલી તા.પં.ની 26 બેઠકો 63.57 ટકા મતદાન
સંખેડા તા.પં.ની 18 બેઠકો પર 70.73 ટકા મતદાન
કુલ 140 તા.પં.ની બેઠકો પર 64.38 ટકા મતદાન

update Time  5.40

બાયડ નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક મતદાન
5 વાગ્યા સુધીમાં 76.37 ટકા મતદાન
વોર્ડ નંબર 5માં સૌથી વધુ 82.09 ટકા મતદાન
ગત ટર્મમાં 82 ટકા નોંધાયું હતું મતદાન

update Time  5.38

પોરબંદરમાં સવારે 7 થી 5 વાગ્યા સુધીમાં નોંધાયેલ મતદાન
પોરબંદર-છાયા નગરપાલિકા 44.17 ટકા મતદાન
પોરબંદર જિલ્લા પંચાયત 54.83 ટકા મતદાન
પોરબંદર તાલુકા પંચાયત 54.04 ટકા મતદાન
રાણાવાવ તાલુકા પંચાયત 54.46 ટકા મતદાન
કુતિયાણા તાલુકા પંચાયત 57.05 ટકા મતદાન

update Time  5.33

મોરબીની 3 નગરપાલિકાઓમાં 51.10 ટકા મતદાન
મોરબી નપાના 13 વોર્ડ માટે 49.66 ટકા મતદાન
માળીયા નપાના 6 વોર્ડ માટે કુલ મળીને 53.63 ટકા મતદાન
વાંકાનેર નપાના 7 વોર્ડ માટે કુલ મળીને 57.43 ટકા મતદાન

update Time  5.31

કપડવંજ વોડ નં 2માં ઇજાગ્રસ્ત વ્યક્તિએ કર્યું મતદાન
હોસ્પિટલમાં હોવા છતા મતદાન મથકે પહોંચી કર્યું મતદાન
એમ્બ્યુલન્સ દ્વારા મતદારને લાવામાં આવ્યા મતદાન મથક

update Time  5.24

ગાંધીધામ નગરપાલિકા માટે આજે મતદાન
13 વોર્ડની 52 બેઠકો માટે આજે મતદાન
110 મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો
2 લાખ મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરશે

update Time  5.22

મોરબીના ટંકારામાં મતદારોમાં વધ્યો ઉત્સાહ
મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા મતદાન કરવા

update Time  5.17

બનાસકાંઠા પાલનપુર ન.પામાં 51.10 ટકા મતદાન
ડીસા નપામાં 5 વાગ્યા સુધી 52.76 ટકા મતદાન
ભાભર નપામાં 5 વાગ્યા સુધી 73.37 ટકા મતદાન

update Time  5.13

દાહોદ EVM તોડવાનો મામલો
ઘોડિયા મુ.પ્રા.શાળામાં EVM તોડવાનો મામલો
સમગ્ર મામલે પોલીસે એક શખ્સને ઝડપ્યો
બુથ કેપ્ચરીંગ કરનાર એક ઝડપાયો

update Time  5.09

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કર્યું મતદાન
આહવાના કારડીઆંબા ગામની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન
સરિતા ગાયકવાડે જનતાને કરી મતદાન કરવાની કરી અપીલ

update Time  5.03

અમદાવાદના વિરમગામમાં મતદાન મથક બહાર મારામારી
M J સ્કુલ બહાર મારામારીની ઘટના
મતદાન દરમિયાન વિરમગામમાં મારામારી
બોગસ મતદાન થવાના આરોપ થતા મારામારી
પોલીસ બંન્ને જૂથને સમજાવાનો પ્રયાસ
MLA લાખા ભરવાડના ઈશારે બબાલનો આરોપ

update Time  4.59

તાપીમાં 7 વાગ્યા થી અત્યાર સુધીમાં મતદાનની ટકાવારી
વ્યારા ન.પા.ની 28 બેઠકો પર 56.38 ટકા મતદાન
જિ.પં. ની 26 બેઠકો પર 52.57 ટકા મતદાન નોંધાયું…
7 તાલુકાની 124 તા.પં. બેઠક પર 54.02 ટકા મતદાન

update Time  4.53

પંચમહાલ મતદાન મથકનો મારામારીનો વિડીયો વાયરલ
નાડા મતદાન મથક ખાતે ખાતે માર મારતો વિડિયો વાયરલ
પોલીસના છોડાવવા છતાં પણ થઈ રહી છે મારામારી
મતદાનમથક ખાતે કોઈ બાબતે થઈ બોલાચાલી

update Time  4.41

કચ્છ અંજાર નગરપાલિકા માટે મતદાન
9 વોર્ડની 36 બેઠકો માટે મતદાન
ભાજપના 2 મહિલા ઉમેદવાર બિનહરીફ
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ નહિ ભરતા મહિલા બિનહરીફ

update Time  4.35

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન
સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીનું મતદાન
જિલ્લા પંચાયત 39.73 ટકા મતદાન
પાટણ નગર પાલિકા 33.07 ટકા મતદાન
સિદ્ધપુર નપાનું મતદાન 45.05 અત્યાર સુધીનું

update Time  4.29

સુરત નગરપાલિકા ચૂંટણી માત્ર મતદાન
બપોર બાદ મતદાન માટે ઉત્સાહ ઘટ્યો
એકલ દોકલ મતદાતાઓ આવી રહ્યા છે મતદાન માટે
તરસાડી નગર પાલિકા માટે ચાલુ છે મતદાન
3 વાગ્યા સુધી 47% મતદાન નોંધાયું
7 વોર્ડ માટે 28 ઉમેદવારો મેદાનમાં

update Time  4.28

દેવભૂમિ દ્વારકામાં સવારે 7 થી 3 વાગ્યા સુધીનું મતદાન
ખંભાળીયા ન.પાલિકામાં 42.76 ટકા મતદાન
રાવલ ન.પાલિકામાં 57.38 ટકા મતદાન
દ્વારકા જિ.પંચાયતમાં 51.83 ટકા મતદાન
દ્વારકા તા.પંચાયતમાં 46.21 ટકા મતદાન
ખંભાળીયા તા.પંચાયતમાં 50.28 ટકા મતદાન
ભાણવડ તા.પંચાયતમાં 52.08 ટકા મતદાન
કલ્યાણપુર તા.પંચાયતમાં 55.54 ટકા મતદાન

update Time  4.21

બનાસકાંઠા પાલનપુર ગઠામણ દરવાજા પાસે બબાલ
2 જૂથ વચ્ચે પથ્થરમારો થતા દોડધામ
બનાવને પગલે ASP સહિતનો કાફલો ઘટના સ્થળે
મતદાન મથક પાસે જ બબાલથી અફરાતફરી

update Time  4.19

ગીર સોમનાથની 6 તા.પં.માં કુલ 53.33 ટકા મતદાન
સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 53.33 ટકા જંગી મતદાન
જિ.પં.ની 28 બેઠકો પર સરેરાશ 50.89 ટકા મતદાન
વેરાવળ તા.પ.માં 58.47 ટકા મતદાન
તાલાલા તા.પમાં 50.01 ટકા મતદાન
સુત્રાપાડા તા.પ.માં 57.89 ટકા મતદાન
કોડીનાર તા.પ.માં 53.78 ટકા મતદાન
ઉના તા.પ.માં 51.03 ટકા મતદાન
ગીર ગઢડા તા.પ.માં 49.03 ટકા મતદાન

update Time  4.17

મોરબી જિ.પં.ની 24 બેઠક માટે 4 કલાકમાં 54.46 ટકા મતદાન
મોરબી તાલુકા પંચાયત માટે 51.55 ટકા મતદાન
માળિયા તાલુકા પંચાયત માટે 51.20 ટકા મતદાન
વાંકાનેર તાલુકા પંચાયત માટે 55.86 ટકા મતદાન
હળવદ તાલુકા પંચાયત માટે 59.45 ટકા મતદાન
ટંકારા તાલુકા પંચાયત માટે 53.77 ટકા મતદાન
જીલ્લામાં કુલ મળીને 54.53 ટકા મતદાન નોંધાયુ

update Time  4.11

અરવલ્લીમાં સવારે 7 થી 3 વાગ્યા સુધીનું મતદાન
મોડાસા નગરપાલિકામાં 47.54 ટકા મતદાન
બાયડ નગરપાલિકામાં 66.31 ટકા મતદાન
મોડાસામાં 54.84 ટકા મતદાન
માલપરમાં 62.32 ટકા મતદાન
બાયડમાં 58.13 ટકા મતદાન
ધનસુરામાં 59.39 ટકા મતદાન
ભિલોડામાં 52.73 ટકા મતદાન
મેઘરજમાં 56.48 ટકા મતદાન
જિલ્લામાં સરેરાશ 56.52 ટકા મતદાન

update Time 4.08

નવસારીમાં બપોર 1 થી 3 વાગ્યાની ટકાવારી
નવસારી જિલ્લા પંચાયતમાં 56.82 ટકા મતદાન
નવસારી તાલુકા પંચાયતમાં 57.36 ટકા મતદાન
જલાલપોર તાલુકા પંચાયતમાં 50.00 ટકા મતદાન
ગણદેવી તાલુકા પંચાયતમાં 49.92 ટકા મતદાન
ચીખલી તાલુકા પંચાયતમાં 58.49 ટકા મતદાન
વાંસદા તાલુકા પંચાયતમાં 62.44 ટકા મતદાન
ખેરગામ તાલુકા પંચાયતમાં 63.86 ટકા મતદાન
નવસારી પાલિકામાં 44.19 ટકા મતદાન
ગણદેવી પાલિકામાં 59.56 ટકા મતદાન

update Time 4.06

રાજકોટ ગોંડલમાં જાનૈયાઓએ કર્યું મતદાન
એકસાથે 30 થી પણ વધુ જાનૈયાઓએ કર્યું મતદાન
સવારમાં દુલ્હને બીલયાળા ખાતે મતદાન કર્યું હતું
લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન પરત ગોંડલ ફરી હતી
જાન ઘરે જતી પહેલા વરરાજા સાથે જાનૈયાએ કર્યું મતદાન

update Time 4.03

મહેસાણા અત્યાર સુધીનું ન.પામાં 48 ટકા મતદાન
જિ.પંચાયતનું 39 ટકા, તા.પંનું 40 ટકા મતદાન

update Time 4.02

કચ્છની ન.પા.ઓમાં 34.88 ટકા જેટલું મતદાન
જુદી જુદી 5 નગરપાલિકામાં નોંધાયું મતદાન
ભુજ 34.46 ટકા, અંજાર 39.35 ટકા, ગાંધીધામ 30.45 ટકા
મુન્દ્રા 54.33 ટકા, માંડવી 35.85 ટકા
જિલ્લા પંચાયત માટે 40.18 ટકા મતદાન થયું
10 તાલુકા પંચાયતમાં 41.89 ટકા મતદાન થયું
ભુજ 44.06 ટકા, નખત્રાણા 37.17 ટકા
અંજાર 36.23 ટકા, ગાંધીધામ 42.28 ટકા
રાપર 40.27 ટકા, ભચાઉ 35.87 ટકા
માંડવી 46.44 ટકા, અબડાસા 48.28 ટકા
લખપત 62.07 ટકા, મુન્દ્રા 38.51 ટકા મતદાન

update Time 3.59

રાજકોટમાં જિ. અને તા.પં. માટે બપોરે 3 વાગ્યા મતદાન
જેતપુરમાં 45.34 ટકા મતદાન
ધોરાજીમાં 45.00 ટકા મતદાન
ઉપલેટામાં 43.66 ટકા મતદાન
જામકંડોરણામાં 41.48 ટકા મતદાન

update Time 3.58

પોરબંદરમાં સવારે 7 થી બપોરના 3 વાગ્યા સુધીમાં મતદાન
પોરબંદર છાયા નગરપાલિકા 33.58 ટાકા મતદાન
પોરબંદર જિલ્લા પંચાયત 43.07 ટકા મતદાન
પોરબંદર તાલુકા પંચાયત 42.35 ટકા મતદાન
રાણાવાવ તાલુકા પંચાયત 43.78 ટકા મતદાન
કુતિયાણા તાલુકા પંચાયત 44.20 ટકા મતદાન

update Time 3.56

ગીર સોમનાથ એક બુથમાં થયું 100 ટકા મતદાન
ગીર મધ્ય આવેલ બાણેજ બૂથમાં 100 ટકા મતદાન
બાણેજ બુથમાં છે એક માત્ર મતદાતા હરિદાસ બાપુ
હરિદાસ બાપુએ પોતાનો મત આપતા જ થયું 100 ટકા મતદાન

update Time 3.52

સુરત 75 વર્ષિય ભીખીબેન કર્યું મતદાન
મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી પાત્ર ભજવ્યું
મહુવા તાલુકાના ઉંમરાની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન

update Time 3.49

આણંદ બોરસદના ડભાસી ગામે ચૂંટણીનો બહિષ્કાર
3924 મતદારો નહીં કરે મતદાન
1 વાગ્યા સુધી એક પણ મત હજી પડ્યો નથી
ગામવાસીઓએ નાળા મુદ્દે કર્યું હતું રસ્તા રોકો આંદોલન
આંદોલનમાં 86 લોકો સામે કરી હતી કાયદેસરની કાર્યવાહી
નાળાની માંગ સાથે મુદ્દે ડભાસી ગામવાસીઓએ કર્યો બહિષ્કાર
બોચાસણ-7, જી.પંચાયત અને વેહરા- 20 તા.પં. હેઠળ ડભાસી ગામ

update Time 3.47

ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની 96 બેઠકો
વલભીપુર નગર પાલિકામાં 36.11 ટકા મતદાન
પાલીતાણા નગરપાલિકામાં 36.40 ટકા મતદાન
મહુવા નગરપાલિકામાં 29.65 ટકા મતદાન
3 નગરપાલિકાનું એવરેજ 32.88 ટકા મતદાન
ભાવનગર જિ.પં.ની 40 બેઠકોમાં 36.92 ટકા મતદાન
10 તા.પં.ની 210 બેઠકોમાં 37.22 ટકા મતદાન

update Time 3.41

સુરેન્દ્રનગરના રતનપરમાં સવારથી મતદાન
રતનપરમાં છે લઘુમતી મતદારોનું પ્રભુત્વ
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા માટે થઈ રહ્યું છે મતદાન

upadet Time 3.34

દાહોદ મા સ્થાનિક સ્વરાજ નિ ચુંટણી મા ઈ.વી.એમ તોડવા ની બની ધટના સામે આવી છે. ઝાલોદ તાલુકા ના ઘોડિયા ગામે બની ઘટના, બુથ કેપચરીંગ કરવાનો  પ્રયાસ થયો હતો. 2 થી 3 લોકો દ્વારા બુથ કેપચરીંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 2 EVM ની કરી તોડફોડ, મતદાન કરાયું બંધ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું

upadet Time ૩.00

કચ્છ માંડવીમાં પૈસા આપી મતદાન કરાવ્યાનો આક્ષેપ

કોંગ્રેસે ભાજપ ઉમેદવાર પર પૈસા આપી મતદાન કરાવ્યાનો આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસે ચૂંટણપંચમાં ફરિયાદ પણ કરી છે. ભાજપે આક્ષેપો ફગાવ્યા છે.

બીટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ માલજીપુરા ખાતે મતદાન કર્યું  છે.

ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળે મથાવડા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું છે.

upadet Time 2.00

રાજ્યની  81 નગરપાલિકામાં સરેરાશ 31 ટકા મતદાન

81 ન.પા.માં બપોરે બે કલાક સુધીમાં ધીમું મતદાન

વર્ષ 2015માં સરેરાશ 63 ટકા જેટલું થયું હતું મતદાન

જામનગરની સિક્કા ન.પા.માં 44.31 ટકા મતદાન

તાપીની વ્યાર ન.પા.માં 40 ટકા મતદાન

વડોદરાની 3 ન.પા.માં સરેરાશ 38.21 ટકા મતદાન

વલસાડ  નગરપાલિકામાં 37.5 3 ટકા મતદાન

સુરતની 4 ન.પા.માં 37.26 ટકા મતદાન

upadet Time 1.35

આદિવાસી પટ્ટામાં થઇ રહ્યું છે સૌથી વધુ મતદાન, દોઢ વાગ્યા સુધીમાં 47 ટકા મતદાન

ડાંગની તાલુકા પંચાયત ચૂંટણીમાં સૌથી વધુ મતદાન

બપોરે દોઢ વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ 47 ટકા મતદાન

ડાંગની ત્રણ તા.પંચાયતમાં થઇ રહ્યું છે મતદાન

સુબીરમાં 35.11 ટકા, વઘઇમાં 59 ટકા મતદાન

આહવામાં 45 ટકા જેટલું મતદાન નોંધાયું

આદિવાસી પટ્ટામાં થઇ રહ્યું છે સૌથી વધુ મતદાન

upadet Time 1.00

ઉમરગામના નારોગલ ખાતે મતદાનનો બહિષ્કાર, 12 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નહી

તાપીના વ્યારા ખાતે તુષાર ચૌધરીએ કર્યુ મતદાન

કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ ઉમરપાડાના વાડી ગામ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું

વ્યારાના કોંગ્રેસના MLA પુનાજીભાઈ ગામીતે મતદાન કર્યું

પંચમહાલના હાલોલના જયદ્રથસિંહ પરમારે મતદાન  કર્યું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિનશા પટેલે મતદાન કર્યું

આણંદ પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીએ દેડરડા ખાતે મતદાન કર્યું

upadet Time 12.00

બપોરે 12 કલાક સુધીમાં તાલુકા પંચાયતમાં 19 ટકાને પાર મતદાન, જિલ્લા પંચાયતમાં સરેરાશ 20.0 ટકા મતદાન, ન.પામાં સરેરાશ 17.0 ટકા મતદાન નોંધાયુ

સૌથી વધુ ગાંધીનગર જિલ્લાની 3 તા.પં.માં 26.45 ટકા મતદાન

દેવભુમિ દ્વારકા જિલ્લાની 4 તા.પં.માં 24.88 ટકા મતદાન

મોરબી જિલ્લાની પાંચ તા.પ.માં 24.07 ટકા મતદાન

અરવલ્લીની 6 તા.પં.માં 23.89 ટકા મતદાન

ગીર સોમનાથની 6 તા.પં.માં 23.11 ટકા મતદાન

સાબરકાંઠામાં પૂર્વ ગૃહમંત્રી અને દીવ,દમણના પ્રશાસક પ્રફુલ પટેલે કર્યુ મતદાન

upadet Time 11.43

મહેસાણા રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે સહપરિવાર મતદાન કર્યું

મહેસાણા સાંસદ શારદાબેન પટેલે કર્યું મતદાન

અમરેલી વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર ખાતરની થેલી મુકી મતદાન મથકે પહોચ્યા

મહીસાગર લુણાવાડાના mla જીગ્નેશભાઈ સેવકે મતદાન કર્યું

upadet Time 11.05

ચાર કલાકમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 11 ટકા અને ન.પામાં સરેરાશ 10.5 ટકા મતદાન નોંધાયુ

રાજયમંત્રી વાસણભાઈ આહિરે રતનાલ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું

મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અન્કોલીયાએ મહીસાગરના વીરપુર ખાતે મતદાન કર્યું

ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાએ કર્યુ મતદાન

છોટાઉદેપુરમાં MLA અભેસિંહ તડવીએ કર્યુ મતદાન

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મતદાન કર્યું

વલસાડમાં ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે કર્યુ મતદાન

upadet Time 10.43

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં સાડા ત્રણ કલાકમાં જિલ્લા-તાલુકા પંચાયતમાં સરેરાશ 10 ટકા મતદાન, ન.પામાં સરેરાશ 9.5 ટકા મતદાન

સુત્રાપાડા ખાતે પૂર્વ મંત્રી જશાભાઈ બારડે મતદાન કર્યું, તો પૂર્વ MLA રાજશીભાઈ જોટવાએ પણ કર્યું મતદાન.

ડીસા ખાતે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયાએ સાંસદે લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું છે.

પાલીતાણા ખાતે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ મતદાન કર્યું છે. તો સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડે અને ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડાએ મતદાન  કર્યું છે.

upadet Time 10.22

જીલ્લા-તાલુકા પંચાયતમાં ત્રણ કલાકમાં સરેરાશ 9 ટકા મતદાન, ન.પામાં સરેરાશ 8.5 ટકા મતદાન

છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં EVM ખોટકાયું

સાંસદ પ્રભુ વસાવાએ પરિવાર સાથે કર્યુ મતદાન

પોરબંદરમાં ધારાસભ્ય બાબુ બોખિરિયાએ કર્યુ વોટિંગ

સાંસદ મોહન કુંડારિયાએ કર્યુ મતદાન

upadet Time 10.13

ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ  ધોળકા ખાતે મતદાન કર્યું

upadet Time 9.55

અમરેલી જિલ્લા પંચાયતમાં દિલીપ સંઘાણીએ કર્યું મતદાન

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ જામકંડોરણા તા. શાળા ખાતે કર્યુ મતદાન

upadet Time 9.40

સુરેન્દ્રનરના લીંબડીમાં ઇવીએમ ખોટકાયું વોર્ડ ન. 4 ના મૂળજી પંજીની વાડીનું બૂથ

upadet Time 9.25

મહીસાગર પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડાના લકડી પોઇડા ગામમાં મતદાન  કર્યું

પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ સજોડે કે.બી તાજાવાલા સ્કૂલ ખાતે કર્યું મતદાન

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર બાબેન પંચાયત ભવન ખાતે મતદાન કર્યું

upadet Time 8.55

સુરતના માંડવીમાં બુથ નંબર 9માં EVM  ખોટકાયું, 33 મતદારોએ મત આપ્યા બાદ EVM બગડ્યું,

મહીસાગરની કારંટા બુથ પર EVM ખોટકાયુ, કારંટા બુથ નંબર 1માં 2 EVM ખોટકાયા

ગોધરા ન.પા.ની વોર્ડ 2 માં ઇવીએમ ખોટકાયું

upadet Time 8.35

મંત્રી બચુભાઈ ખાબડે દાહોદની પીપેરો મતદાન મથકે મતદાન કર્યું

રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરએ વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકાના ધોડીપાડા માં મતદાન કર્યું..

upadet Time 7.36

અમરેલીમાં મંત્રી પરષોત્તમ રૂપાલા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા, અમરેલીની ઇશ્વરીય શાળામાં કરશે મતદાન જયારે મંત્રી કુંવરજી બાવળીયાએ વિછીયા કન્યા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.

રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ ગયા બાદ રાજ્યની નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. એટલે કે 11 કલાક મતદાન પ્રક્રિયા ચાલશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે.

થઈ ચુક્યું છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. એટલે કે 11 કલાક મતદાન પ્રક્રિયા ચાલશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે.

જિલ્લા પંચાયત

31 જિલ્લા પંચાયતની ચૂંટણી હેઠળની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 955 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો, બીએસપીના 88 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 304 ઉમેદવારો અન્ય પક્ષના 163 ઉમેદવારો તથા 209 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.

તાલુકા પંચાયત

231 તાલુકા પંચાયતની ચૂંટણી હેઠળના 4774 બેઠકો પૈકી 117 બેઠકો બિનહરીફ થયેલ છે. જ્યારે. 4655 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 4652 ઉમેદવારો, કોંગ્રેસના 4594, બીએસપીના 255 ઉમેદવારો છે.

નગરપાલિકા

81 નગરપાલિકામાં કુલ 2720 બેઠકો છે. જે પૈકી 95 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 2625 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના 2555 ઉમેદવારો, કોંગ્રેસના 2247 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 719 ઉમેદવારો, બીએસપીના 109 ઉમેદવારો અન્ય પક્ષના 432 ઉમેદવારો તથા 1184 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.

આ ચૂંટણીનું પરિણામ આગામી 2 માર્ચના રોજ આવશે.

https://www.youtube.com/watch?v=ljYfHC3RpGI

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ