Corona Update/ કોરોના બન્યો પડકારજનક, 24 કલાકમાં નવા કેસ 17,000 જ્યારે રિકવરી 17,800

કોરોના આસાનીથી દેશનો કેડો મૂકે તેમ નથી. કોરોનાના બીજા સ્ટ્રેનના આગમન સાથે સરકાર સામે અનેક પડકારો ઊભા થયા છે. દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે સતત ચોથા દિવસે 16 હજારથી વધુ નવા કેસ

Top Stories
country corona 14 કોરોના બન્યો પડકારજનક, 24 કલાકમાં નવા કેસ 17,000 જ્યારે રિકવરી 17,800

કોરોના આસાનીથી દેશનો કેડો મૂકે તેમ નથી. કોરોનાના બીજા સ્ટ્રેનના આગમન સાથે સરકાર સામે અનેક પડકારો ઊભા થયા છે. દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે સતત ચોથા દિવસે 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.તેમ છતા આશાની કિરણ એ છે કે આજે કોરોનાના નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન 100 થી વધુ લોકોના મોત પણ થયા હતા.

Election / કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો બફાટ, મત આપ્યા બાદ એવુ બોલ્યા કે થયો વિવાદ

Coronavirus India Updates: Total cases in India have risen to 78,003 with  2,549 deaths so far - The Economic Times

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17000 નવા કેસ નોંધાયા છે.જ્યારે રિકવરી 17,800 જોવા મળી છે,113 લોકોનાં મોત થયાં હતા. આ દરમિયાન દેશમાં કુલ સાત લાખ 95 હજાર 723 નમૂના પરીક્ષણો લેવામાં આવ્યા હતા. સક્રિય કેસ 1.48 ટકા, રિકવરી દર 97.10 ટકા અને મૃત્યુ દર 1.42 ટકા છે.

Election / Live update : બુથ કેપચરીંગ કરવાનો પ્રયાસ, EVMની તોડફોડ બાદ મતદાન કરાયું બંધ 

Coronavirus case count in India by state | Coronavirus India cases

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 1,10,96,731 કેસ નોંધાયા છે. તેમાંથી 1,07,75,169 દર્દીઓ સાજા થયા છે. મૃત્યુઆંક 1,57,051 પર પહોંચી ગયો છે. સક્રિય કેસ 1,64,511 છે. દેશમાં અત્યાર સુધીમાં 1,43,01,266 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 21 કરોડ 62 લાખ 31 હજાર 106 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

મતદાન / હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન, પરંતુ પોતાની પાર્ટીને જ ન આપી શક્યા વોટ, આ છે મુખ્ય કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…