Not Set/ સમિટમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થવું દેશના ૧૨૫ કરોડ ભારતીયોનું સન્માન છે : WGCમાં પીએમ મોદી

દુબઈ, પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) પહોંચ્યા બાદ રવિવારે ભારતીય મૂળના લોકોને સંબોધ્યા હતા. ત્યારબાદ તેઓ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોચ્યા હતા. વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, “આ સમિટમાં એક મુખ્ય મહેમાન તરીકે સામેલ થવું એ માત્ર […]

Top Stories

દુબઈ,

પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) પહોંચ્યા બાદ રવિવારે ભારતીય મૂળના લોકોને સંબોધ્યા હતા. ત્યારબાદ તેઓ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોચ્યા હતા. વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે, “આ સમિટમાં એક મુખ્ય મહેમાન તરીકે સામેલ થવું એ માત્ર મારું નહી પણ દેશના ૧૨૫ કરોડ ભારતીયોનું સન્માન છે”. જો કે આ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટની શરૂઆત પણ ભરતનાટ્યમ નૃત્યથી થઇ હતી.

વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું,

  • આ સમિટમાં એક મુખ્ય મહેમાન તરીકે સામેલ થવું એ માત્ર મારું નહી પણ દેશના ૧૨૫ કરોડ ભારતીયોનું સન્માન છે.
  • સ્ટેમ સેલ્સ અને રિ-જનરેશન જેવી વૈજ્ઞાનિક સિધ્ધિઓએ માત્ર જટિલ બીમારીઓનો ઈલાજ નહિ પણ અંગ-ભંગના ઇલાજનો રસ્તો બતાવ્યો છે. આ ટેકનીક દ્વારા ખેડૂતો વાતાવરણને લઇપોતાની ખેતી અંગે પૂર્વાનુમાન લગાવી શકે છે. તેમજ આવનારી આપત્તિઓ થી લાખો-કરોડો રૂપિયા બચાવી શકે છે.
  • ટેકનોલોજી દ્વારા વિચારોની ગતિમાં ક્રાંતિકારી ફેરફાર આવ્યા છે. આ કારણે સામાન્ય વ્યક્તિને સક્ષમ બનવા માટે પણ ઘણી ઉપયોગી છે. ટેકનીકની સફળતા અને પ્રસારના કારણે સામાન્ય માણસનું સશક્તિકરણ શક્ય બન્યું છે અને આ સશક્તિકરણને “મિનિમમ ગવર્મેન્ટ, મૈક્સિમમ ગવનૈસ” માં વધારો થયો છે.
  • વિકાસનો મતલબ આ પણ છે કે પાષણ યુગમાં ઔદ્યોગિક ક્રાંતિના એક સફરમાં હજારો વર્ષો વીતી ગયા હતા. ત્યારબાદ  સંચાર ક્રાંતિને માત્ર ૨૦૦ વર્ષનો સમય લાગ્યો હતો. અને ત્યાંથી ડિજિટલ ક્રાંતિ તરફનો પ્રયાસ પણ ટુક જ સમયમાં સમાપ્ય થશે.
  • દુબઇનું ઉદાહરણ આપતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીની શોધ વિકાસ માટે થવી જોઈએ, વિનાશ માટે નહીં. તે એક જાદુ જેવું છે એક રણને પણ ટેકનોલોજી દ્વારા બદલી શકાય છે.
  • ક્યારેક ક્યારેક એવું લાગે છે કે માણસ ટેકનોલોજીનેધરતી પર વિજયનો જ નહીં પણ સંઘર્ષનું સાધન બનાવવાની ભૂલ કરી રહી છે, આની કિંમત ખૂબ ભારે છે.
  • માનવતાના ભવિષ્ય માટે અમે પ્રકૃતિ સાથે સંઘર્ષ નહીં પણ સારા જીવન માટેનો રસ્તો કાઢવો જોઈએ.
  • દુનિયામાં તમામ પ્રકારે વિકાસ થયા બાદ પણ આજે ગરીબી અને કુપોષણ હજી પણ સમાપ્ત કરવાનું બાકી છે. બીજી બાજુ આપને વધુમાં વધુમાં રૂપિયા અને સમય મિસાઈલ અને બોમ્બમાં રોકાણ કરી રહ્યા છે, આજે આપણને ટેકનોલોજીને લઇ એલર્ટ રહેવું પડશે કે આ ટેકનીકનો સંદર્ભ વિકાસથી છે કે વિનાશ.
  • અમારી સરકારનો મંત્ર “સૌનો સાથ સૌનો વિકાસ”છે. આધાર દ્વારા અમે ૮૦૦ કરોડની લિકેજ લીઝ આપી છે. ભારતમાં ડિજિટલ ચૂકવણી ક્રાંતિ થઈ રહી છે.
  • હું દેશમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય વિકાસ કાર્યક્રમને દર મહિને મારી જાતે સમીક્ષા કરું છું. તે સંબંધિત રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં જોડાય છે. આ સમીક્ષાનું નામ પ્રગતિ છે, જેનો અર્થ પ્રોગ્રેસ છે.

આ સમિટમાં ભાગ લેતા પહેલા પીએમ મોદીએ દુબઇમાં કિર્ગીસ્તાનના પીએમ સપર ઇસાકોવ સાથે મુલાકાત કરી. આ ઉપરાંત તેઓએ મોદીએ દુબઇમાં યોજાયેલી GCC બિઝનેસ લીડર્સની મીટિંગમાં ભાગ લીધો. તે પછી મોદીએ વાઇસ પ્રેસિડેન્ટ, યુએઇના પીએમ અને દુબઇના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમની મુલાકાત લીધી.

દુબઇમાં કિર્ગીસ્તાનના પીએમ સપર ઇસાકોવ સાથે મુલાકાત

પીએમ મોદી સાથે વાઇસ પ્રેસિડેન્ટ, યુએઇના પીએમ અનેદુબઇના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મખ્તૂમની મુલાકાત