Breaking News: ઈરાન (iran) પર ઈઝરાયલ-અમેરિકાના હુમલાને પગલે ભારતમાં સંભવિત હિંસાની ચેતવણી આપતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ પ્રસારિત થયેલા આ પત્રમાં રાજ્યોને “ઈરાન તરફી કટ્ટરપંથી ઉપદેશકો કે જેઓ ભડકાઉ ઉપદેશ આપી રહ્યા છે” તેમને ઓળખવા જણાવ્યું હતું.
“આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” : Vladimir Putin
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ખામેનીના મોતના સમાચાર પર ઊંડો શોક અને ભારે રોષ વ્યક્ત કર્યો છે. પુતિને આ સૈન્ય હુમલાને એક ‘ઘૃણાસ્પદ હત્યા’ ગણાવીને તેની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલો માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ પ્રચલિત ધોરણોનું સરેઆમ ઉલ્લંઘન છે. નોંધનીય છે કે આ ભીષણ હુમલામાં ખામેનીની સાથે જ તેમના પરિવારના સભ્યો, જેમાં તેમની પુત્રી, પૌત્રી, પુત્રવધૂ અને જમાઈનો સમાવેશ થાય છે, તે તમામના કરૂણ મોત નિપજ્યા છે, જેના કારણે રશિયાએ આક્રમક વલણ અપનાવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુના આકરા પ્રહાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીના અંતની પુષ્ટિ કરતા કહ્યું કે, “ઇતિહાસનો સૌથી ક્રૂર વ્યક્તિ હવે નથી રહ્યો. આ માત્ર ઈરાન માટે જ નહીં પણ આખી દુનિયા માટે ન્યાય છે.”
બીજી તરફ, ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ ઈરાની નાગરિકોને સીધું સંબોધન કર્યું છે, “હે ઈરાનના નાગરિકો, અત્યાચારની જંજીરો તોડવાની આ તક જતી ન કરો. લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવો અને આ આતંકના શાસનને ઉખેડી ફેંકો. તમારો સમય આવી ગયો છે.”
કોણ છે ઈરાનના નવા લીડર અલીરેઝા આરાફી?
ખામેનીના શક્તિશાળી સ્થાને હવે આયાતુલ્લા અલીરેઝા આરાફીની નિમણૂક કરવામાં આવી છે. 1959માં જન્મેલા આરાફી એક કટ્ટરપંથી શિયા ધર્મગુરુ તરીકેની આગવી ઓળખ ધરાવે છે અને તેઓ અગાઉ ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય તેમજ ઈરાની લશ્કરી સંગઠન ‘બસિઝ’ ના વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે તેઓ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ન્યાયતંત્રના વડા ગુલામ-હુસૈન મોહસેની-એજેઈ સાથે મળીને એક નવી કાઉન્સિલ તરીકે ઈરાનનું સંપૂર્ણ સંચાલન કરશે.
આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા
આ પણ વાંચો:ઓમાન નજીક ઈરાનનો તેલ ટેન્કર પર હુમલો: 15 ભારતીયો બચ્યા; ટ્રમ્પ અને નેતન્યાહૂની ઈરાનને કડક ચેતવણી
