Rajkot News: મોરબી પોલીસમાં રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai)ની મુલાકાત પછી ફફડાટ ફેલાયો છે. ફરજમાં બેદરકારીના કારણે એએસઆઈ (ASI)ને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એએસઆઈ સબળસિંહ સોલંકી (Sabalsinh Solanki) ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરિયાદ નોંધવામાં બેદરકારીના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોરબી એસપી મુકેશ પટેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) શરૂ કરી સાફસૂફી
આમ રાજકોટના રેન્જ આઇજી તરીકે કાર્યભાર સંભાળવાની સાથે જ નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા પણ કહેવામાં આવતું હતું કે નિર્લિપ્ત રાય કડક અને બાહોશ અધિકારી છે અને તેમના આગમનની સાથે જ તંત્રમાં સાફસૂફી શરૂ થઈ જશે. છેવટે એવું જ થયું છે. તેમણે આવતાની સાથે જ તંત્રમાં સાફસૂફી શરૂ કરી દીધી છે.

રાજકોટ પોલીસમાં સન્નાટો
આના બાબત બતાવે છે કે રાજકોટ (Rajkot) પોલીસમાં જેમ પહેલાની જેમ તૂત ચાલતુ હતુ તે રીતે હવે નહી ચાલે. પોલીસ તેની કામગીરીમાં નિષ્કાળજી લેશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. આગામી દિવસોમાં પોલીસ તંત્રમાં આવી વધુને વધુ સાફસૂફી મળશે તો આશ્ચર્ય નહીં થાય. આ દિશામાં પગલાં લેવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ જિલ્લામાં વધતા જતાં ક્રાઇમ રેટને અંકુશમાં લાવવા માટે પહેલ કરવામાં આવી ચૂકી છે.
નવા રેન્જ આઇજીનો ક્રાઇમ રેટનો અંકુશમાં રાખવાનો છે રેકોર્ડ
આમ પણ નિર્લિપ્ત રાયનો રેકોર્ડ છે કે તેઓ જયાં પણ ગયા છે ત્યાં તેમણે ક્રાઇમ રેટને કાબૂ બહાર જતો અટકાવ્યો છે અને અંકુશમાં લાવ્યા છે. તેઓ જે વિસ્તારોમાં જાય છે ત્યાંથી ગુનેગારો પણ ભાગી જતા હોવાનું કહેવાય છે. તેઓ અગાઉ જ્યાં-જ્યાં ગયા ત્યાં તેમના તાપના કારણે કેટલાય ગુનેગારોએ આખો વિસ્તાર જ બદલી નાખ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિઓને બ્રેક વાગી ગઈ છે. હવે રાજકોટમાં પણ રાજકીય અને ગેંગવોર જેવી ગુંડાગીરીનો અંત આવે તેમ માનવામાં આવે છે.
