@ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ – સુરત
સુરત મનપાનું એક એવું ડિપાર્ટમેન્ટ છે જે ડિજિટલી રીતે કાર્ય કરી મનપાને ખૂબ જ મોટો આર્થિક લાભ કરાવી રહ્યું છે.પેપરલેસ પદ્ધતિ પર છેલ્લા એક વર્ષ થી કાર્ય કરી મનપાના અંદાજે 60 લાખ રૂપિયાનો માતબર ખર્ચ બચાવી રહ્યું છે.તે સાથે જ સમગ્ર ગુજરાતમાં પ્રથમ પેપર લેસ પદ્ધતિ પર કાર્ય કરતું મહાનગર પાલિકા બન્યું છે.
સરકારી કચેરી કે સરકારી ઓફિસનું નામ પડતા જ ઓફિસની અંદર જૂની નવી ફાઈલોના થપ્પા, કાગળોના ઢગ અને આ બધાની વચ્ચે સરકારી કર્મચારી કામ કરતો હોય તેવું જ ચિત્ર સામે આવે છે અને તેવું હોય પણ છે ત્યારે ત્યાં કામ કરાવા જવું પણ દુષવાર લાગે છે.પરંતુ સુરત મહાનગર પાલિકાનું સેક્રેટરી ડિપાર્ટમેન્ટ આ બધાથી પર છે.સરકારી કચેરી છે પણ ફાઈલ કે કાગળના એક પણ ઢગ નથી. કરણ કે આ ડિપાર્ટમેન્ટ છેલ્લા કે વર્ષથી ડિજિટલી માધ્યમથી કામ કરી રહ્યું છે અને સંપૂર્ણ પેપરલેસ પદ્ધતિ પર કાર્ય કરી રહ્યું છે.જેને લઇ સુરત મનપાનો વર્ષે અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ ઘટાડયો છે.

માત્ર રૂપિયાનો જ ખર્ચ નહીં પરંતુ સમય અને પર્યાવરણનો પણ મહત્તમ બચાવ કર્યો છે.જી હા સુરત મહાનગરપાલિકાની સ્થાપના થઇ ત્યારથી લઈને અત્યારસુધી મનપાની મળતી તમામ સમિતિઓના એજન્ડા કોર્પોરેટરો કે અધિકારીઓને હાથોહાથ એટલે કે કાગળ પર જ આપવામાં આવતા હતા. પણ છેલ્લા એક વર્ષથી સુરત મનપાનું સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ડિજિટલાઝેશન તરફ વળી છે. અને હવે સેક્રેટરી વિભાગ કાગળના બદલે કોર્પોરેટરો કે અધિકારીઓને આ સમિતિના એજન્ડા ઓનલાઈન જ આપતી થઈ છે. આવી રીતે સુરત મનપાએ પોતાની તિજોરીના 60 લાખ રૂપિયા બચાવી આપ્યા છે.
પાલિકાના સેક્રેટરી વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેમાં જે કોર્પોરેટર જે સમિતિનો સભ્ય હોય તેમાં જઈને તે સમિતિનો એજન્ડા જોઈ શકે છે. મોબાઈલ એપ્લિકેશન ઉપરાંત દરેક સભ્યને અલગ અલગ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં પણ એડ કરવામાં આવ્યા છે. જેમાં પણ એજન્ડા મોકલવામાં આવે છે. આમ તમામ કાર્ય એક્દમ પેપરલેસ વર્ક તરફ આગળ વળી હાર્ડ કોપીને બદલે એજન્ડા માટે સીધું જ ઓનલાઈન કોમ્યુનિકેશન શરૂ કરીને પાલિકાની તિજોરીના રૂપિયા પણ બચાવ્યા છે. છેલ્લા 1 વર્ષમાં કોર્પોરેશને આવી રીતે 60 લાખ રૂપિયાની બચત કરી છે. સાથો સાથ પેપરલેસ વર્ક થતા હજારો માનવ કલાકો અને પર્યાવરણની પણ રક્ષા કરી શકાઈ છે. અત્યારસુધી એજન્ડા કાઢવા માટે કરોડો કાગળો વપરાતા હતા.

આ ઉપરાંત ઝેરોક્ષ મશીન, ઇન્ક, કર્મચારીઓને એજન્ડા પહોંચાડવા માટે આપવામાં આવતું આઉટડોર એલાઉન્સ વગેરે બંધ થતાં કોર્પોરેશનને આર્થિક બચત પણ થઈ છે.સાથે પર્યાવરણની પણ બચત થઈ છે.તો મહત્વની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં તમામ મનપા માંથી એક માત્ર સુરતની મનપાના આ એક ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને તે સાથે સુરત મનપા પેપરલ્સ પદ્ધતિ થઈ રૂપિયા 60લાખ ખર્ચ બચાવમાં પ્રથમ મનપા બની છે.
મહત્વ પૂર્ણ છે કે સુરત મહાનગર પાલિકાનું એક માત્ર જ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ પેપરલેસ સિસ્ટમ અપનાવતા મનપાને વર્ષમાં રૂ 60 લાખની બચત થઈ છે તો મનપાના તમામ ડિપાર્ટમેન્ટ અને ગુજરાતની તમામ મનપા આ સિસ્ટમને અપનાવે તો મનપાની તિજોરીના અને લોકોના ખિસ્સાના કરોડો રૂપિયા ખોટા ખર્ચ થતા બચાવી શકાય તેમ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
