Junagadh News : જૂનાગઢ શહેરમાં મનપાના કર્મચારીઓ હડતાળ(Strike) પર ઉતર્યા છે. કર્મચારીઓએ આરોપ મૂક્યો છે કે કેટલીક આવારા તત્વો દ્વારા તેમના સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બાંધકામ વિભાગની ઓફિસમાં બે કર્મચારીઓ સાથે મારામારી થયાની ઘટના સામે આવી છે.
આ ઉપરાંત મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન થતું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ કરશન સોલંકી નામના વ્યક્તિ દ્વારા માથાકૂટ અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

આ ઘટનાઓને લઈને કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેના કારણે તેઓ હડતાળ (Strike)પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ ચીમકી આપી છે કે યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે.
ઘટનાને લઈને કર્મચારીઓએ બી ડિવિઝન પોલીસ મથકે જઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
