Gandhinagar News/ કુનો પછી કચ્છ દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે

કુનો નેશનલ પાર્કની જેમ કચ્છ હવે દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે. આમ કચ્છમાં 152 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઈ રહી છે. ડિસેમ્બર 2024 સુધીમાં દસ ચિત્તાઓને કચ્છ લાવવામાં આવશે. ગુજરાતમાં પણ 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઈ રહી છે.

Gujarat Gandhinagar Breaking News

Kutch News: કુનો નેશનલ પાર્કની જેમ કચ્છ હવે દેશમાં ચિત્તાનું બીજું ઘર બનશે. આમ કચ્છમાં 152 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઈ રહી છે. ડિસેમ્બર 2024 સુધીમાં દસ ચિત્તાઓને કચ્છ લાવવામાં આવશે. ગુજરાતમાં પણ 84 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થઈ રહી છે.

દેશમાં 1952માં ચિત્તાને વિલુપ્ત પ્રાણી જાહેર કરી દેવાયું હતું, ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં ચિત્તાની હાજરી નોંધાઈ છે. જો કે કચ્છમાં 1839 અને 1872માં ચિત્તાનો રેકોર્ડ નોંધાયેલો છે. કચ્છના ઘાસીયામેદાનમાં 152 વર્ષ બાદ ચિત્તાઓ વિચરતા જોવા મળશે.
બન્નીના ઘાસીયામેદાનમાં આ પ્રોજેક્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 500 હેક્ટરના વિસ્તારમાં એન્ક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. આ

સંવર્ધન કેન્દ્રમાં 8 ક્વોરેન્ટાઇન બોમા બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવશે. 50 દિવસ સુધી અહીં લવાયેલા ચિત્તાને ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરશે.

ચાર મીટરની ઊંચાઈવાળા એન્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ચોકીદાર, ટ્રેકર અને પશુ ડોક્ટર સહીત સ્ટાફ અહીં મોનીટરીંગ માટે મૂકવામાં આવશે. રેડિયોકોલર ટેગ લગાવી વન્યજીવની હલચલ પર પળેપળની નજર રહેશે.

સુવ્યવસ્થિત સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ, આરએફઓ, વનપાલ અને વનરક્ષક સહિતના સ્ટાફને મુલાકાત માટે કુનો મોકલવામાં આવશે. વધારના અલાયદા સ્ટાફ માટે કચ્છ વર્તુળ દ્વારા સરકારમાં દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, ખેડૂતો રાજીના રેડ

આ પણ વાંચો: ગુજરાતના IAS અધિકારીની પત્નીએ ઝેર પી કરી આત્મહત્યા, ગેંગસ્ટર સાથે કનેકશનની આશંકા

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે