Not Set/ કેશોદ ટોલનાકાનાં કર્મચારીઓની ગુંડાગીરીનો વીડિયો વાયરલ, મહિલાને ઝુડી કાઢી

કેશોદના ગાદોઈ ટોલનાકાનાં કર્મચારીઓની ગુંડાગીરીનો વિડીયો વાયરલ થયો છે. ટોલનાકાનાં કર્મચારીએ મહિલાને બેહરેહમી પૂર્વક માર મારી કાર ઉપર પત્થરો મારી તોડફોડ કરી હતી. ઘટના સમયે ત્યાં હાજર લોકો વિડિઓ ઉતારવા જતા તમામને જાહેરમાં અપશબ્દ બોલી ટોલનાકાનાં કર્મચારીને મારવાની ધમકી આપી હતી. આપને જણાવી દઇએ કે, ગઇકાલે રાજ્યનાં મંત્રી જયેશ રાદડીયાને ખુદને પણ ટોલનાકાનાં કર્મચારીની દાદાગીરીનો […]

Top Stories Gujarat Others

કેશોદના ગાદોઈ ટોલનાકાનાં કર્મચારીઓની ગુંડાગીરીનો વિડીયો વાયરલ થયો છે. ટોલનાકાનાં કર્મચારીએ મહિલાને બેહરેહમી પૂર્વક માર મારી કાર ઉપર પત્થરો મારી તોડફોડ કરી હતી. ઘટના સમયે ત્યાં હાજર લોકો વિડિઓ ઉતારવા જતા તમામને જાહેરમાં અપશબ્દ બોલી ટોલનાકાનાં કર્મચારીને મારવાની ધમકી આપી હતી.

આપને જણાવી દઇએ કે, ગઇકાલે રાજ્યનાં મંત્રી જયેશ રાદડીયાને ખુદને પણ ટોલનાકાનાં કર્મચારીની દાદાગીરીનો અનુભવ થયો હતો. ગોંડલનાં ભરુડી પાસેનાં ટોલનાકા પર જયેશ રાદડીયા ખુદ ટોલ કર્મીની દાદાગીરીનો શિકાર થયાની ઘટના સામે આવતા લોકો દ્વારા ટોલનાકા મામલે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારનાં વરવા નિવેદનો અને કોમેન્ટો કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી ટોલ કર્મીઓએ બબાલ મચાવતા આ વાતો બીલકુલ સાબિત થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.