ઉપલેટાના ખેડૂતોએ પૂરતી વીજળીની માગ સાથે PGVCL સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અને પૂરતી વીજળીની માંગ કરી હતી, ઉપલેટા વિસ્તારમાં ઘણા સમયથી PGVCL દ્વારા ખેડૂતોને ખેતરોમાં જે પિયત માટે વીજળી આપવામાં આવે છે તે અપૂરતી અને ઓછા દબાણ વાળી આપવામાં આવે છે, ત્યારે હાલ ખેડૂતોને ખેતરમાં પિયત માટેનો સમય ચાલી રહ્યો છે અને ખેડૂતોને તેવોએ કરેલ વાવેતરમાં પિયત કરવાનો છે ત્યારે વીજળીની ખાસ જરૂર છે જેને લઈને ખેડુતને યોગ્ય સમયે અને પૂરતા દબાણ વાળી વીજળીની જરૂર છે
ઉપલેટા વિસ્તારમાં PGVCL દ્વારા ખેડૂતોની આ વીજળીની જરૂરિયાત પુરી થતી નથી જેના પગલે ખેડુતને ખેતરોમાં પિયત કરવું માટે ખુબજ મુશ્કેલી પડે છે સાથે સાથે યોગ્ય દબાણ વગરની વીજળીને લઈને ખેડૂતોની મોટરો પણ બળી જાય છે જને લઈને આજે અહીં ખેડુત રોષે ભરાયા હતા અને તેવોના ખેતરમાં જ PGVCL સામે યોગ્ય વીજળી આપવાની માગ સાથે સૂત્રો ચાર કર્યા હતા,.
ખેડુતોએ આક્ષેપ કર્યો હતો કે જયારે જયારે વીજળી બાબતે PGVCL ની ઓફિસે ફોન કરવામાં આવે છે તો કોલ લાગતો નથી. તેમજ રજૂઆત કરવામાં આવે છે તો ખેડૂતોની માગને સાંભળવામાં આવતી નથી. સાથે જPGVCLમાં વીજળીની સપ્લાયમાં અણધડ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો:વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીને લઈ મચ્યો હોબાળો, આંતરિક વિખવાદને કારણે ખેડૂતો હેરાન
આ પણ વાંચો:ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષીયારા કોરોના સામે હાર્યા જંગ, ચેન્નાઇમાં લીધા અંતિમ શ્વાસ
