Junagadh News/ જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ

જૂનાગઢમાં ગણેશ ઉત્સવ દરમ્યાન મોટી દુર્ઘટના બનવા પામી. જૂનાગઢના ખોડીયારમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો.

Top Stories Gujarat Others

Junagadh News: જૂનાગઢ (Junagadh)માં ગણેશ ઉત્સવ (Ganesh Festival) દરમ્યાન મોટી દુર્ઘટના (Tregedy) બનવા પામી. જૂનાગઢના ખોડીયારમાં ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબ્યો. યુવાન પાણીમાં ડૂબતા તાત્કાલિક SDRF અને ફાયર વિભાગે તેની શોધખોળ આદરી. SDRFની કામગીરી બાદ 12 કલાકે યુવાનનો મૃતદેહ મળ્યો.

પ્રાપ્ત વિગત મજુબ જૂનાગઢના ખોડીયાર ઘુનામાં ગણેશ વિસર્જન વખતે દુઃખદ ઘટના બની. ખોડીયાર ધુનામાં રહેતા 24 વર્ષીય યુવાન ગણેશ વિસર્જન કરવા ગયો અને મોત મળ્યું. વિસર્જન સમયે અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવાન પાણીમાં તણાયો. યુવાન પાણીના પ્રવાહમાં તણાતા તાત્કાલિક SDRF અને ફાયર વિભાગની જાણ કરવામાં આવી. રાત્રિના સમય સુધી યુવાનની શોધખોળ કરવામાં આવી. પરંતુ પાણીમાં મગર જેવા ઘાતકી જીવ હોવાના કારણે મોડી રાત્રે આ કામગીરી બંધ કરાઈ હતી. ત્યારબાદ વહેલી સવારે ફરીથી SDRF અને ફાયર વિભાગે યુવાનની શોધખોળ હાથ ધરતા 12 કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો. આ યુવાનનું નામ રોહિત વાઘેલા હોવાનું જાણવા મળ્યું. હાલમાં યુવાનના મૃતદહેને તેના પરિવારને સોંપવામાં આવ્યો. 24 વર્ષીય યુવાન રોહિત વાઘેલાનું અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોકથી યુવાનનું મોત

આ પણ વાંચો: જૂનાગઢમાં એક કરોડથી વધુ રકમની લૂંટથી ચકચાર

આ પણ વાંચો: જૂનાગઢ બાદ બનાસકાંઠામાં પણ દોઢ કિલો સોનાની સનસનાટીભરી લૂંટ