Surat News : સુરતથી એક ચોંકાવનાર માહિતી સામે આવી છે. જેમા ગુજરાતના સુરતની એક 47 વર્ષીય પરિણીત મહિલા તેના 3 બાળકોને છોડીને આગ્રાના 24 વર્ષીય પ્રેમી સાથે ભાગી ગઈ છે. મહિલાના બાળકોએ આગ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેમની માતાને ઓળખવાની વિનંતી કરી છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સોશિયલ મીડિયા દ્વારા આગ્રાના અચેનેરાના એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને મહિલા તેના પ્રેમી સાથે રહેવા માટે આગ્રા આવી પહોંચી હતી. જ્યારે બાળકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓ આગ્રા આવ્યા અને પોલીસ સ્ટેશનમાં તેમની માતાને ઓળખવાની વિનંતી કરી. જો કે મહિલાએ તેના બાળકોને ઓળખવાની ના પાડી હતી. આ ઘટનાના મામલે મા પોતાના બાળકોને ના ઓળખવાની ના પાડે ત્યારે ખરેખરલ માંની મમતા મરીપરીવારી હોય તેવું ખોટું નથી.
બાળકોએ પોલીસને જણાવ્યું કે તેમની માતા ઘરેથી કિંમતી ઘરેણાં પણ લઈ ગઈ છે. તેઓએ પોલીસને ન્યાય અપાવવાની વિનંતી કરી છે. પોલીસે જણાવ્યું કે મહિલા અને તેનો પ્રેમી બંને પુખ્ત વયના છે અને તેઓ સાથે રહેવા માટે સ્વતંત્ર છે. જો કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી કરશે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. પરિવારજનોએ મહિલાને પરત લાવવા અને બાળકોને ન્યાય અપાવવા માટે પોલીસને વિનંતી કરી છે.
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
