Gujarat Local Body Elections/ જૂનાગઢ AAP માં મોટું ભંગાણ, SC-ST સેલના પ્રમુખ ધીરૂ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા

Junagadh જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું. AAP ના SC-ST સેલના પ્રમુખ ધીરૂ ગોહિલે ‘પૈસાના તોડ’ થતા હોવાનો ગંભીર આક્ષેપ કરી આપ્યું રાજીનામું. દીપક જેઠવા અને માધવજી રાઠોડ સાથે કોંગ્રેસમાં જોડાયા.

Gujarat Others Trending
AAP Junagadh Resignation

AAP Junagadh Resignation: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર વચ્ચે જૂનાગઢમાંથી આમ આદમી પાર્ટી (AAP) માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી ટાણે જ જૂનાગઢ જિલ્લા AAP માં મોટું ભંગાણ સર્જાયું છે. ટિકિટ વહેંચણી અને આંતરિક ડખાથી નારાજ થઈને AAP ના SC-ST સેલ મોરચાના પ્રમુખ ધીરૂ ગોહિલે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે અને સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

Junagadh : ‘પૈસાના તોડ’ ના ગંભીર આરોપ

કોંગ્રેસમાં જોડાયા બાદ ધીરૂ ગોહિલે આમ આદમી પાર્ટી પર સીધો અને અત્યંત ગંભીર પ્રહાર કર્યો હતો. રાજીનામું આપતા તેમણે મીડિયા સમક્ષ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે, આમ આદમી પાર્ટીમાં અંદરખાને ‘પૈસાના તોડ’ કરવામાં આવી રહ્યા છે. ટિકિટ અને હોદ્દાઓ માટે આર્થિક વહીવટ થતા હોવાના આ ખુલ્લા આક્ષેપથી જૂનાગઢના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

‘પાયાના કાર્યકરોની થાય છે સતત અવગણના’

પાર્ટી છોડવાનું મુખ્ય કારણ જણાવતા ધીરૂ ગોહિલે કહ્યું કે, જે લોકો ખરેખર પાર્ટી માટે પરસેવો પાડે છે, તેમની સતત અવગણના કરવામાં આવી રહી છે અને અમુક ચોક્કસ લોકો જ પાર્ટી પર વર્ચસ્વ જમાવીને બેઠા છે.

અન્ય આગેવાનો પણ જોડાયા

ધીરૂ ગોહિલ એકલા નથી જેમણે AAP નો સાથ છોડ્યો હોય. તેમની સાથે સ્થાનિક રાજકારણમાં સારી પકડ ધરાવતા દીપક જેઠવા અને માધવજી રાઠોડ સહિતના અન્ય અનેક કાર્યકરોએ પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

ચૂંટણીના બરાબર સમયે પડેલા આ મોટા ગાબડા અને ‘પૈસાના તોડ’ જેવા ગંભીર આક્ષેપોના કારણે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને મોટો ડેમેજ થઈ શકે છે, જ્યારે આ નારાજગીનો સીધો ફાયદો અત્યારે કોંગ્રેસને મળતો દેખાઈ રહ્યો છે.


આ પણ વાંચો:આણંદમાં ચૂંટણી પહેલા ભાજપને મોટી લીડ, અનેક બેઠકો બિનહરીફ જીત

આ પણ વાંચો:ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિની હરિયાણા પોલીસ દ્વારા અટકાયત

આ પણ વાંચો:ફોર્મ ન ભરાતા AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ