Lifestyle News/ કેરી ખરીદતી વખતે છેતરાશો નહીં, આ રીતે ચેક કરો કેસર કેરી અસલી છે કે કેમિકલ વાળી

કેસર Mango ખરીદતી વખતે તમે કેમિકલ વાળી કેરી તો નથી લાવી રહ્યા ને? પાણીની એક નાનકડી ટ્રિકથી જાણો કેરી કુદરતી પાકેલી છે કે કેમિકલથી. કેમિકલ વાળી કેરી ઓળખવાની રીત અને તેના નુકસાન વિશે વાંચો અહીં.

Trending Tips & Tricks Lifestyle
Mango

Mango Quality Check Guide: ઉનાળાની શરૂઆત થતા જ બજારમાં રસીલી કેરીઓ દેખાવા લાગી છે, પરંતુ શું તમે જે કેરી ખાઓ છો તે સુરક્ષિત છે? સીઝનની શરૂઆતમાં નફો કમાવવા માટે વેપારીઓ ઘણીવાર કેલ્શિયમ કાર્બાઇડ જેવા જોખમી કેમિકલનો ઉપયોગ કરીને કેરી પકાવતા હોય છે. આવી કેરી જોવામાં પીળી અને સુંદર લાગે છે, પણ તે શરીર માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે. જાણો કેવી રીતે તમે માત્ર 1 મિનિટમાં ઓળખી શકશો કે કેરી નેચરલી પાકેલી છે કે કેમિકલથી.

Mango

કેમિકલથી પકાવેલી Mango ઓળખવાની સૌથી સરળ ટ્રિક

કેરી ખરીદ્યા પછી અથવા ઘરે લાવ્યા પછી તેને પાણી ભરેલી ડોલ કે તપેલામાં મૂકો:

પાણીમાં ડૂબી જાય: જો કેરી પાણીમાં નીચે બેસી જાય અથવા ડૂબી જાય, તો સમજવું કે તે કુદરતી રીતે (Naturally) પાકેલી છે. આવી કેરીમાં રસનું વજન હોય છે.

પાણીમાં તરે: જો કેરી પાણીની સપાટી પર તરવા લાગે, તો સાવધાન થઈ જાવ. કેમિકલથી પકાવેલી કેરી અંદરથી કાચી અને વજનમાં હળવી હોય છે, તેથી તે પાણીમાં તરે છે.

Mango

કેમિકલ વાળી કેરી ખાવાથી થતા નુકસાન

કેરી પકાવવા માટે વપરાતું કેલ્શિયમ કાર્બાઇડ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે. તેના સેવનથી નીચે મુજબની સમસ્યાઓ થઈ શકે છે:

પેટમાં દુખાવો, ઉલટી અને ડાયરિયા.

ગળામાં બળતરા અને મોઢામાં ચાંદા પડવા.

લાંબા ગાળે લીવર અને કિડનીની ગંભીર બીમારીઓનું જોખમ.

Mango

ખરીદતી વખતે આ વાતોનું પણ ધ્યાન રાખો:

રંગ: જો કેરી આખી એકસરખી ઘાટી પીળી દેખાય અને તેમાં ક્યાંય લીલાશ ન હોય, તો તે કેમિકલથી પકાવેલી હોઈ શકે છે.

સુગંધ: કુદરતી રીતે પાકેલી કેરી (Mango)ની એક વિશિષ્ટ મીઠી સુગંધ હોય છે, જ્યારે કેમિકલ વાળી કેરીમાં સુગંધ ઓછી હોય છે અથવા દવાની વાસ આવે છે.

સ્વાદ: કેમિકલ વાળી કેરી (Mango)કાપતી વખતે અંદરથી ક્યાંક પીળી તો ક્યાંક સફેદ (કાચી) દેખાય છે અને તેનો સ્વાદ પણ ખાટો-મોળો હોય છે.

ખાસ સલાહ: શક્ય હોય તો બજારમાંથી અડધી કાચી (શાખવાળી) કેરી (Mango) ખરીદવી અને તેને ઘરે ઘાસ કે સૂકા કપડામાં રાખીને કુદરતી રીતે પાકવા દેવી, જે સ્વાસ્થ્ય માટે સૌથી શ્રેષ્ઠ છે.


આ પણ વાંચો:  ઉનાળામાં નબળાઈ અને ચક્કરથી બચવા માટે ખાઓ આ 4 ફળ, શરીર રહેશે હાઇડ્રેટ અને એનર્જેટિક

આ પણ વાંચો : શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો

આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!