Surat News/ ફોર્મ ન ભરાતા AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ

આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર ગૌશાલી ચાચરે કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ(Attempts Suicide) કર્યો હતો

Gujarat Surat
આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર ગૌશાલી ચાચરે કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પીને આત્મહત્યા(Suicide)નો પ્રયાસ કર્યો હતો

Surat News : સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 14માંથી આમ આદમી પાર્ટીની મહિલા ઉમેદવાર ગૌશાલી ચાચરે કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પીને આત્મહત્યા(Suicide)નો પ્રયાસ કર્યો હતો, જેને કારણે ત્યાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સમયસર ન ભરાઈ શકવાની ભીતિ વચ્ચે આત્મહત્યા(Suicide)નો પ્રયાસ

મળતી માહિતી મુજબ, ટેક્નિકલ કારણોસર તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. ફોર્મ રિજેક્ટ થવાની કે સમયસર ન ભરાઈ શકવાની ભીતિ વચ્ચે તેમણે આકસ્મિક રીતે આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાસ્થળે હાજર લોકો તાત્કાલિક હરકતમાં આવી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને કેટલીક જગ્યાએ પોલીસ અને કાર્યકરો વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી.

આ મામલે હજુ સુધી અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને મહિલા(Female Candidate) ઉમેદવાર ફોર્મ શા માટે ભરી શક્યા નહોતા તે અંગે સ્પષ્ટતા પણ સામે આવી નથી. સમગ્ર ઘટનાએ સુરતની રાજકીય પરિસ્થિતિને વધુ ગરમાવી દીધી છે.


આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કમળ ખીલ્યું અને હવે કોરોનાનો વારો

આ પણ વાંચો : ગીર સોમનાથ જીલ્લા પંચાયત ચુંટણી મામલો, સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટીકીટ ફાળવણીથી કાર્યકરો નારાજ, પ્રાસલીના સરપંચે ભાજપથી રાજીનામું આપ્યું, નરસિંહ જાદવે નારાજગી વ્યક્ત

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે