Gujarat Local Body Election 2026/ પાલીતાણામાં કોંગ્રેસને ઝટકો: શહેર પ્રમુખ સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા

પાલીતાણા (Palitana BJP)માં Election પહેલા કોંગ્રેસમાં ભંગાણ. શહેર પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતા ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણ બદલાયા.

Top Stories Gujarat Others Breaking News
Palitana BJP: શહેર પ્રમુખ સહિતના નેતાઓ ભાજપમાં

Palitana News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાલીતાણા (Palitana BJP)ના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શહેર કોંગ્રેસમાં અચાનક થયેલા ભંગાણથી રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસના અગત્યના બે ચહેરાઓએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે, જેના કારણે કોંગ્રેસ માટે સ્થિતિ મુશ્કેલ બની રહી છે.

શહેર પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાનો રાજીનામો

પાલીતાણા (Palitana BJP) શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને પૂર્વ વિપક્ષ નેતા કિરીટ સાગઠીયા (Kirit Sagathia)એ પાર્ટીથી રાજીનામું આપી ભાજપનો હાથ પકડી લીધો છે. તેમના આ નિર્ણયથી કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે.

Palitana BJP: ટિકિટ ફાળવણીમાં અવગણનાનો આક્ષેપ

રાજીનામા પાછળનું કારણ સમજાવતા સરવૈયાએ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે ટિકિટ ફાળવણી દરમિયાન જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના થઈ રહી છે. સાથે જ, અગાઉ સસ્પેન્ડ કરાયેલા નેતાઓને ફરી પક્ષમાં સ્થાન આપતા અસંતોષ વધુ વધી ગયો હતો.

Palitana BJP

ભાજપમાંથી જ ચૂંટણી મેદાનમાં

ભાજપ (Palitana BJP)માં જોડાયા બાદ ઓમદેવસિંહ સરવૈયા (Omdevsinh Sarvaiya)એ વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી નોંધાવી દીધી છે. તેમની આ ઝડપી રાજકીય ચાલે પાલીતાણાની ચૂંટણીમાં નવો રંગ ભરી દીધો છે.

રાજકીય સમીકરણોમાં ફેરફાર

સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા આ નેતાઓના કોંગ્રેસ (Congress) છોડવાથી પક્ષને મોટું નુકસાન થઈ શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ બદલાવ ભાજપ માટે ફાયદાકારક બની શકે છે અને ચૂંટણીમાં તેનું પ્રભાવ જોવા મળી શકે છે.


આ પણ વાંચો:અમદાવાદમાં માત્ર 36 જ કોર્પોરેટર રિપીટ, જુઓ તમારા વોર્ડમાંથી કોને મળી ટિકિટ?

આ પણ વાંચો:મહીસાગરમાં ઉમેદવારોના નામ જાહેર થતા જ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રણજિતસિંહ બારીયાનું રાજીનામું

આ પણ વાંચો:મહેસાણામાં ભાજપનો અનોખો નિર્ણય: 28 વર્ષથી સેવા આપતા કાર્યકરને ટિકિટ, દિલ જીત્યો