National News/ દુનિયાએ ગુમાવ્યો ‘નિમ્સ દાઈ’! બ્રોડ પીક પર હિમપ્રપાતમાં નિર્મલ પુર્જાનું કરુણ અવસાન

Nirmal Purja Death: વિશ્વવિખ્યાત નેપાળી પર્વતારોહક નિર્મલ પુર્જાનું પાકિસ્તાનના બ્રોડ પીક પર ચઢાણ દરમિયાન હિમપ્રપાતમાં અવસાન થયું. ‘પ્રોજેક્ટ પોસિબલ’થી 14 આઠ હજાર મીટરની ચોટીઓનો વિશ્વ રેકોર્ડ બનાવનાર નિમ્સ દાઈના નિધનથી પર્વતારોહણ જગતમાં શોક છવાયો.

Top Stories India
Nirmal Purja Death: હિમપ્રપાતમાં કરુણ અવસાન

India News: વિશ્વ પર્વતારોહણ જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. નેપાળના પ્રખ્યાત પર્વતારોહક અને અનેક વિશ્વવિક્રમોના સર્જક નિર્મલ પુર્જાનું પાકિસ્તાનના કારાકોરમ પર્વતીય વિસ્તારમાં બ્રોડ પીક પર ચઢાણ (Broad Peak Avalanche)  દરમિયાન હિમપ્રપાતની ઝપેટમાં આવી અવસાન (Nirmal Purja Death) થયું છે. વિશ્વની સૌથી કઠિન ગણાતી ચોટીઓ સર કરનાર ‘નિમ્સ દાઈ’ તરીકે (Nims Dai) જાણીતા નિર્મલના નિધનથી વૈશ્વિક પર્વતારોહણ સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે.

Nirmal Purja Death: 7 હજાર મીટરની ઊંચાઈએ બની દુર્ઘટના

Nirmal Purja Death: હિમપ્રપાતમાં કરુણ અવસાન

30 જુલાઈએ નિર્મલ પુર્જા 8,051 મીટર ઊંચા બ્રોડ પીક પર અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન આશરે 7,000 મીટરની ઊંચાઈએ અચાનક હિમપ્રપાત સર્જાયો હતો, જેમાં તેઓ સહિત 10 પર્વતારોહકો ગુમ થયા હતા. ગુમ થયેલા પર્વતારોહકોમાં છ નેપાળી નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

6 મહિના 6 દિવસમાં રચ્યો વિશ્વ રેકોર્ડ

નિર્મલ પુર્જાએ (Nepal Mountaineer) વર્ષ 2019માં ‘પ્રોજેક્ટ પોસિબલ’ હેઠળ વિશ્વની 8,000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી તમામ 14 ચોટીઓને માત્ર 6 મહિના અને 6 દિવસમાં સર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ સાથે તેમણે અગાઉનો વિશ્વ રેકોર્ડ તોડી પર્વતારોહણ જગતમાં આગવી ઓળખ બનાવી હતી.

ગોરખા સૈનિકથી બ્રિટિશ સ્પેશિયલ ફોર્સ સુધીની સફર

Nirmal Purja Death: હિમપ્રપાતમાં કરુણ અવસાન

25 જુલાઈ, 1983ના રોજ નેપાળમાં જન્મેલા નિર્મલ પુર્જા પહેલા બ્રિટિશ ગોરખા રેજિમેન્ટમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ બ્રિટનની પ્રતિષ્ઠિત સ્પેશિયલ બોટ સર્વિસ (SBS)માં સ્થાન મેળવનારા પ્રથમ નેપાળી બન્યા હતા. અનેક જોખમી સૈનિક અભિયાનોમાં સેવા આપ્યા બાદ તેમણે પર્વતારોહણને જીવનનું લક્ષ્ય બનાવ્યું.

સ્વપ્ન માટે નોકરી અને ઘર પણ છોડ્યું

પર્વતારોહણનું સ્વપ્ન સાકાર કરવા નિર્મલ પુર્જાએ વર્ષ 2018માં સૈનિક નોકરી છોડી દીધી હતી. અભિયાનનો ખર્ચ ઉઠાવવા તેમણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું. પોતાની મહેનત, સાહસ અને અડગ સંકલ્પના કારણે તેઓ વિશ્વના સૌથી પ્રેરણાદાયી પર્વતારોહકોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.


આ પણ વાંચો: હોલિવૂડમાં શોકની લહેર: ‘જુરાસિક પાર્ક’ ના લોકપ્રિય અભિનેતા સર સામ નીલનું 78 વર્ષની વયે નિધન

આ પણ વાંચો: Essel Groupના મોભી નંદ કિશોર ગોયનકાનું 96 વર્ષની વયે નિધન

આ પણ વાંચો: અફઘાનિસ્તાનનાં પૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝદરાનનું 38 વર્ષની વયે નિધન