બાળકોનું બાળપણ છિનવાય નહીં તે માટે CBI ટીમ બનાવી બાળ શોષણ થતું હોય તે અટકાવવાનું કામ કરી રહી છે.ગુજરાત સહિત 14 રાજ્યમાં CBI રેડ કરી છે. પરતું ઓરિસ્સાના ઢેકાનાલમાં સીબીઆઈને રેડ દરમિયાન કડવો અનુંભવ થયો. શું થયું એ રેડ દરમિયાન આવો જાણીએ..
આ પણ વાંચો :તાપી કિનારે વિદેશી પક્ષીઓનું આગમન, આ પક્ષીઓને જોવા ઉમટ્યા સુરતવાસીઓ
અભ્યાસ કરવાની ઉંમરમાં બાળકો પાસે મજૂરી કરાવી બાળ શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાળ શોષણ અટકાવવા માટે CBIએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBI એ યુપી, ઓરિસ્સા, ગુજરાત સહિત 14 રાજ્યમાં 77 ઠેકાણા પર રેડ કરી હતી.
આ રેડમાં ઉત્તર પ્રદેશના જાલૌન, મઉં જેવા નાના જિલ્લાથી લઇને નોઇડા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેર અને રાજસ્થાનના નાગોર, જયપુર, અજમેરથી લઇને તમિલનાડુના કોઇમ્બતૂર જેવા શહેર પણ સામેલ છે. ઓરિસ્સાના ઢેકાનાલમાં પણ સીબીઆઈને રેડ દરમિયાન કરડો અનુભવ થયો. ઓરિસ્સાના ઢેકાનાલમાં સીબીઆઇની ટીમ સાથે મારપીટની ઘટના બની છે.
આ પણ વાંચો :બનાસકાંઠામાં 4.1ની તીવ્રતાનોભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો
ઢેકાનાલમાં CBIની ટીમ ઓનલાઇન બાળ શોષણ કેસમાં રેડ કરવા ગઇ હતી. આ દરમિયાન ગુસ્સે થયેલી ભીડે ટીમ સાથે મારપીટ કરી હતી. સ્થાનિક પોલીસે સીબીઆઇ અધિકારીઓનું રેસક્યૂ કર્યુ હતુ.સીબીઆઇની ટીમ ઓરિસ્સાના ઢેંકનાલમાં ઓનલાઇન બાળ શોષણ કેસમાં કાર્યવાહી કરવા પહોચી હતી. ટીમે સવારે 7 વાગ્યે ઢેંકનાલમાં સુરેન્દ્ર નાયકના ઘરે રેડ કરી હતી. સીબીઆઇ ટીમ બપોર સુધી પૂછપરછ કરતી રહી હતી. આ દરમિયાન કોઇ વાતને લઇને સ્થાનિક લોકો ભડકી ગયા હતા, તે બાદ તેમણે ટીમ પર હુમલો કર્યો હતો.
કહેવામાં આવી રહ્યુ છે કે લાકડી સાથે મહિલાઓએ પણ સીબીઆઇ અધિકારીઓને ઘેરી લીધા હતા. તે બાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ભીડે સીબીઆઇના અધિકારીઓ પર હુમલો કર્યા પહેલા તેમણે નાયકના ઘરેથી ખેચીને બહાર કાઢ્યા હતા. તે બાદ તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. બાદમાં પોલીસે સીબીઆઇ અધિકારીઓને બચાવ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યમાં ઠંડી વધતા તાપમાનનો પારો ગગડ્યો, નલિયામાં નોંધાઇ સૌથી વધુ ઠંડી
આ પણ વાંચો :કચ્છી સપૂત યુવા-સાહસિક પર્વતારોહી જતીનના સાહસને બિરદાવશે મલ્હાર કેમ્પિંગ
આ પણ વાંચો :ગુજરાતમાં આ શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું
