Entertainment News/ હોલિવૂડમાં શોકની લહેર: ‘જુરાસિક પાર્ક’ ના લોકપ્રિય અભિનેતા સર સામ નીલનું 78 વર્ષની વયે નિધન

‘જુરાસિક પાર્ક’ ફિલ્મથી વિશ્વભરમાં જાણીતા બનેલા હોલિવૂડ એક્ટર સર સામ નીલ (Sam Neill )નું 78 વર્ષની વયે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નિધન થયું છે. બ્લડ કેન્સર સામે સફળતાપૂર્વક જંગ જીત્યા બાદ તેમનું આ અણધાર્યું અવસાન થયું છે. વાંચો સંપૂર્ણ વિગત.

Entertainment
Hollywood actor Sir Sam Neill passes away in Sydney.

વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા મેળવનાર સુપરહિટ હોલિવૂડ ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ (Jurassic Park) ના જાણીતા અભિનેતા સર સામ નીલ (Sam Neill )નું અવસાન થયું છે. 78 વર્ષીય આ દિગ્ગજ કિવી કલાકારે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પોતાના પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી સિનેમા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

1971થી શરૂ થઈ હતી અભિનય સફર

14 સપ્ટેમ્બર 1947ના રોજ જન્મેલા સામ નીલે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1971માં આવેલી ફિલ્મ ‘ધ સીટી ઓફ નો’ થી કરી હતી. જોકે, તેમને વૈશ્વિક સ્તરે અસલી ઓળખ વર્ષ 1981માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓમેન થ્રી- ધ ફાઇનલ કોન્ફલિક્ટ’ (Omen III: The Final Conflict) થી મળી હતી. આ સિવાય ‘એસ ઓફ સ્પાયઝ’ માં શાનદાર જાસૂસી પાત્ર ભજવવા બદલ પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં તેમનું નોમિનેશન પણ થયું હતું. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો તેમના બે વાર છૂટાછેડા થયા હતા. તેમના પરિવારમાં પુત્ર ટિમ અને પુત્રી ઇલેના છે.

કેન્સર સામેની જંગ જીત્યા બાદ અચાનક વિદાય

અભિનેતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મળેલી માહિતી અનુસાર, તેમનું અવસાન તદ્દન અચાનક અને અણધાર્યું રહ્યું છે. વર્ષ 2023માં પ્રકાશિત થયેલી તેમની આત્મકથા ‘ડીડ આઇ એવર ટેલ યુ?’ (Did I Ever Tell You?) માં તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ એક અત્યંત આક્રમક પ્રકારના બ્લડ કેન્સર (ટી સેલ્સ લિમ્ફોમા) નો સામનો કરી રહ્યા હતા. આ બીમારી ફેફસાં અને લીવર પર ઝડપથી હુમલો કરે છે.

પરંતુ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુશખબરી આપી હતી કે ‘સીએઆર ટી-સેલ થેરપી’ (CAR T-cell therapy) ની મદદથી તેઓ સંપૂર્ણપણે કેન્સર મુક્ત થઈ ચૂક્યા છે. તેમના સત્તાવાર નિવેદનમાં પણ જણાવાયું છે કે મૃત્યુ સમયે તેઓ કેન્સરથી મુક્ત હતા, જે એક મોટી રાહતની બાબત છે, પરંતુ આ અણધારી વિદાયથી ચાહકો આઘાતમાં સરી પડ્યા છે.


આ પણ વાંચો: ડ્રીમ ગર્લનો મોટો ખુલાસો: હેમા માલિનીએ કહ્યું- જો મારી બાયોપિક બને તો દીપિકા પાદુકોણ જ ભજવે મારો રોલ

આ પણ વાંચો: રશ્મિકા મંદાનાનો નવો રેકોર્ડ: ‘માયસા’ ફિલ્મ માટે પાણીની અંદર એક્શન સીનને આપ્યો અંજામ

આ પણ વાંચો: રિલીઝના બે જ દિવસમાં દિલજીતની વિવાદિત ફિલ્મ ‘સતલુજ’ ઓટીટી પરથી કેમ હટાવાઈ? જાણો અંદરની વાત