સોની મનોરંજન TV ચેનલના સૌથી લોકપ્રિય ટીવી-શો “કોણ બનેગા કરોડપતિ”ની 10મી સિઝનના રજિસ્ટ્રેશનનો આગામી 6 જૂનથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ શોનો પહેલો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે.
T 119 -PROMO VIDEO !! The year's most awaited and most popular game show returns to entertain and educate you. The Registrations for #KaunBanegaCrorepati Season 10 begin on 6th June at 8:30 PM !! via @SonyTV https://t.co/cSLBlYo9kO
#KBC10 @SrBachchan RT pic.twitter.com/TVSzUIZfpt— Kunal 💕❤️ (@KunalEF) May 29, 2018
KBC-10ના રિલીઝ કરાયેલા પ્રોમોમાં બીગ બી શોની થીમ પર આધારિત એક ગીત ગાઈ રહ્યા છે. જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો.
T 2822 – KBC registrations begin .. COME ONE COME ALL ..https://t.co/1ayqaREEDJ
— Amitabh Bachchan (@SrBachchan) May 30, 2018
લોકપ્રિય શો KBC-10નું રજિસ્ટ્રેશન 6 જૂનના રોજ રાત્રે 8.30 વાગ્યાથી શરૂ થશે. જો કે આ શોમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા અને તેમજ આ માટે જરૂરી યોગ્યતા સબંધિત માહિતી પણ વેબસાઈટ પર આપવામાં આવી છે.
આ વિડીયોને સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ સિઝનમાં માત્ર 30 એપિસોડ હશે અને પૂરી સીઝન 10 અઠવાડિયામાં સમાપ્ત થશે.
