ગુજરાત,
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નજીક સોનગઢના ભટવારી પાસે આ અકસ્માત પ્રવાસીઓથી ભરેલી મીની બસ ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 7 રાજકોટિયનો સહિત 9 લોકોના કરૂણ મોત્ત નિપજ્યા છે.
મૃતકોમાં 7 પુરુષો અને 2 મહિલાઓ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ અને SDRF ની ટીમ દ્વારા ખીણમાંથી આ મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ઉત્તરકાશીથી ગંગોત્રીના માર્ગે 31 કિલોમીટર દૂર આવેલા ભટવારી પાસે એક પ્રવાસી ટેમ્પો ખીણમાં ખાબક્યો છે.
ગંગોત્રીથી અંદાજે 70 કિલોમીટર દૂર સર્જાયેલા અકસ્માતમાં કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 5 જેટલા લોકો ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાં મૃતકોના પરિવાર ઉપરાંત આસપાસના લોકોમાં માતમ છવાયો છે. આ અંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા કલેક્ટર સાથે વાતચીત કરવામાં આવી છે. અને તમામ મૃતદેહોને પરત લાવવા માટેની વ્યવસ્થા કરી આપવા જણાવાયું છે.
રાજકોટના મૃતકોના નામ
- હેમરાજભાઈ બેચરભાઈ રામપરીયા 55વર્ષ
- મગનભાઈ શામજીભાઈ સેવટીયા 62 વર્ષ
- ભગવાનજીભાઈ ભવાનભાઈ રાઠોડ 60 વર્ષ
- ગોદાવરીબેન ભગવાનભાઈ રાઠોડ 56 વર્ષ
- ચંદુભાઈ તુલસીભાઈ ટાંક 62 વર્ષ
- દેવજીભાઈ હિરજીભાઈ ટાંક 62 વર્ષ
- ભાનુબેન દેવજીભાઈ ટાંક 55 વર્ષ
અન્ય મૃતકો
- બેચર રામજી વેગડ 67 વર્ષ મહારાષ્ટ્ર
- દિનેશકુમાર જયપાલ 48 વર્ષ (ડ્રાઈવર) સરાહનપુર
ઘાયલ થયેલાઓના નામ
- કંચનબેન હેમરાજભાઈ રામપરિયા 50 વર્ષ
- લીલાબેન ચંદુભાઈ ટાંક 50 વર્ષ
