Ahmedabad News/ અમદાવાદમાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી, સેવન ડે એડવાન્સ્ટિસ્ટે ખોટી રીતે LC Fee લીધી

અમદાવાદમાં નિકોલની સ્કૂલે LC ફી ખોટી રીતે વસૂલી છે. DEOએ જાહેર કરેલા નિયમની અવગણના કરીને આ ફી વસૂલવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં નિકોલની સેવન્થ ડે (Seventh Day School) એડવાન્સ્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ વિવાદમાં આવી છે. આમ અમદાવાદમાં વધુ એકવાર સ્કૂલની મનમાની સામે આવી છે. તેમા નિયમ વિરુદ્ધ LC Fee ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસે LC Feeના નામે રૂ. 300 વસૂલવામાં આવ્યા છે. પ્રિન્સિપાલના આદેશથી LC Fee ઉઘરાતી હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદમાં નિકોલની સ્કૂલે ખોટી રીતે વસૂલી LC ફી
અમદાવાદમાં નિકોલની સ્કૂલે ખોટી રીતે વસૂલી LC ફી

પ્રિન્સિપાલના આદેશથી LC Fee ઉઘરાવતા હોવાનો ખુલાસો

સેવન્થ સ્કૂલમાં આ LC Fee પ્રિન્સિપાલના આદેશથી ઉઘરાવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. સેવન ડે એડવાન્સ્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલે પણ સ્વીકાર્યુ હતું કે આ LC Fee લેવામાં આવે છે. આ વિવાદનો વ્યાપ વધતા શાળાએ વિદ્યાર્થીના ખોટી રીતે વસૂલેલા રૂપિયા પરત કર્યા હતા. સ્કૂલો DEOના નિયમોને અવગણીને ફી વસૂલતા આખો મામલો ગરમાયો હતો. તેના કારણે વાલીઓએ હોબાળો મચાવતા ડીઇઓ સુધી ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

અમદાવાદમાં નિકોલની સ્કૂલે ખોટી રીતે વસૂલી LC ફી
અમદાવાદમાં નિકોલની સ્કૂલે ખોટી રીતે વસૂલી LC ફી

સેવન્થ નામવાળી સ્કૂલોને વિવાદો સાથે લેણુ

આ જોતાં તો એમ જ લાગે કે અમદાવાદમાં સેવન નામવાળી સ્કૂલોને જાણે વિવાદ સાથે લેણું છે. આ પહેલા ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીનું મર્ડર થયું હતું અને તેના પછી તેની સામે નિયમ ભંગના અનેક કેસ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 19 ઓગસ્ટ 2025ના રોજ ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ધક્કામુક્કીના ઝગડાની અદાવત રાખી કર્યુ હતુ મર્ડર

હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નીપજ્યુ હતુ.


આ પણ વાંચો: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં બે FIR નોંધાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં બંધનું એલાન

આ પણ વાંચો: અમદાવાદમાં ફરીથી સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયુઃ વિદ્યાર્થીને આંખમાં પરિકર મારવામાં આવ્યું