મહેસાણા/ મહેસાણામાં દારૂના જથ્થા સાથે 12.75 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે બે આરોપીને ઝડપી લીધા, ચાર આરોપી ફરાર

Gujarat

Gujarat News : સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓએ માહિતીને આધારે મહેસાણામાં પીલાગંજ રોડ પરથી કારમાં દારૂનો જથ્થો લઈને જઈ રહેલા બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને વાહન મળીને કુલ રૂ. 12,75,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓએ મહેસાણાના પીલાગંજ રોડ પર શીવ ગંગા સિટી સેન્ટર પાસે કાર આંચરી હતી. કારમાંથી પોલીસે 2.60 લાખનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. પોલીસે દારૂ, કાર અને ત્રણ મોબાઈલ મળીને કુલ રૂ. 12,75,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવમાં પોલીસે અબ્દુલવાહિદ ઉર્ફે માઈકલ શેખ અને મનોજ જે. બિશ્નોઈની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આરોપીઓ દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા તે અંગે મહેસાણા એ ડિવીઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી