અમદાવાદ
અમદાવાદથી દિલ્હી તરફ જતી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે. 25 જાન્યુઆરીના રોજ આબુ રોડ અને પાલનપુર વચ્ચે માલવાહક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે ટ્રેન વ્યવ્હારને અસર પહોંચી છે. નોર્થ વેસ્ટર્ન રેલવેને આ અક્સ્માતના કારણે અસર થઈ છે. જેના કારણે અમદાવાદ અને રાજસ્થાન વચ્ચેની કેટલીક ટ્રેનો રદ પણ કરવી પડી છે. જેની વિગતો આ મુજબ છે.
રદ કરાયેલ ટ્રેન નંબર:
ટ્રેન નં 54803 જોધપુર-અમદાવાદ પેસેન્જર 27 અને 28 જાન્યુઆરીના રોજ મારવાડ અને અમદાવાદ વચ્ચે રદ થશે.
ટ્રેન નં 54806 જયપુર-અમદાવાદ પેસેન્જર 27 અને 28 જાન્યુઆરી મારવાડ અને અમદાવાદ વચ્ચે રદ થશે.
ટ્રેન નં 54805 અમદાવાદ -જયપુર પેસેન્જર 27 અને 28 જાન્યુઆરી અમદાવાદ અને મારવાડ વચ્ચે રદ થશે.
ટ્રેન નં 79437 મહેસાના-અબુ રોડ ડીએમયુ પેસેન્જર 27 અને 28 જાન્યુઆરી રદ થઇ.
ટ્રેન નં 79438 આબુ રોડ-મહેસાણાની ડેમુ પેસેન્જર 28 અને 29 જાન્યુઆરી રદ થઇ.
ટ્રેન નં. 19411/19412 અજમેર-અમદાવાદ-અજમેર ઇન્ટરસેટી 27 અને 28 જાન્યુઆરી રદ થઇ.
ટ્રેન નં 54804 અમદાવાદ -જયપુર પેસેન્જર 28 અને 29 જાન્યુઆરી અમદાવાદ-મારવાડ વચ્ચે રદ થશે.
