Bhavnagar News/ બગદાણા ધામના સેવક નવનીત બાલધિયાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

નવનીત બાલધિયા )પર 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના દરમિયાન આઠ શખ્સોએ હુમલો કર્યો હતો, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયા પોતાના પર થયેલા હુમલાની પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનું આક્ષેપ કર્યો છે.

Top Stories Gujarat Others Breaking News
નવનીત બાલધિયા પર હુમલો થયાના 11 દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Bhavnagar News: માર મારનારા તો ચર્ચામાં આવે છે, પરંતુ ક્યારેક માર ખાનારા પણ ચર્ચાસ્પદ બની જાય છે. રાજ્યમાં નવનીત બાલધિયા (Navneet Baldhiya) આવું જ એક નામ છે જે માર ખાઈને ચર્ચામાં આવ્યા છે. કોળી સમાજના આ યુવાન પર 29મી ડિસેમ્બરના રોજ હિચકારો હુમલો થતાં તેને માર મારવામાં આવ્યો હતો. તેના પગલે તેને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હતો. હવે તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

Navneet Baldhiya

 Navneet Baldhiya પરના હુમલાનું માયાભાઈ આહિર કનેકશન

નવનીત બાલધિયા (Navneet Baldhiya) પરના હુમલાની ખાસિયત એ હતી કે તેમા જાણીતા ડાયરા કલાકાર માયાભાઈ આહિર (Matyabhai Aahir) ના પુત્રના જયરાજનું (Jayraj)નામ ઉછળ્યું હતું. આના કારણે આ વાત વધુ વિવાદાસ્પદ બની ગઈ હતી. જો આ કોઈ સામાન્ય મારામારી હોત તો આટલો વિવાદ જ ન થયો હતો, ક્યાંય ખૂણામાં પડીને ભૂલાઈ ગયો હોત. પણ આ વિવાદની સાથે માયાભાઈ આહિરનું નામ ઉછળ્યું હતું, તેના કારણે પહેલાં તો કોળી સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને પછી તો વકીલો પણ મેદાનમાં ઉતરી પડ્યા હતા.

દરેક જણ નવનીત બાલધિયા (Navneet Baldhiya)ને ન્યાય અપાવવા ઉતરી પડ્યુ હતુ. સામાન્ય રીતે આવું બનતું નથી. તેમા પણ શાસક પક્ષના જ કોળી સમાજના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તો 15 ધારાસભ્ય અને ત્રણ સાંસદોને લઈને આ મુદ્દે ગૃહપ્રધાન અને સીએમ ભુપેન્દ્ર પટેલને પણ મળી આવ્યા હતા.

નવનીત બાલધિયા પર હુમલો થયાના 11 દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નવનીત બાલધિયા પરના હુમલામાં માયાભાઈના પુત્ર જયરાજનું નામ ઉછળ્યું

બગદાણાના નવનીત બાલધિયા (Navneet Baldhiya)પર 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના દરમિયાન આઠ શખ્સોએ હુમલો કર્યો હતો, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયાએ (Navneet Baldhiya) પોતાના પર થયેલા હુમલાની પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનું આક્ષેપ કર્યો છે. તેઓ પોલીસની તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

નવનીત બાલધિયા પર હુમલો થયાના 11 દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હુમલા (Assault)ના મામલે CM સમક્ષ રજૂઆત

1 જાન્યુઆરી, 2026ના રોજ ઇજાગ્રસ્ત યુવકની મુલાકાત માટે રાજુલાના ધારાસભ્ય ગયા હતા, અને તેમણે આ મામલે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો. આજે 5 જાન્યુઆરીના દિવસે, કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવ્યા અને CMને મળ્યા. મુલાકાત દરમિયાન તેમણે SIT દ્વારા આ કેસની ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી.

રાજકીય નેતાઓ હાજર

મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેલા નેતાઓમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા અને આર.સી. મકવાણા હાજર રહ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !

આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં