Morbi News/ મોરબીમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ, 50થી વધુ ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનર

Morbi Farmers Protest: ટ્રાન્સમિશન લાઇન અને વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે મોરબીના ખેડૂતો આક્રમક બન્યા. 50થી વધુ ગામોમાં BJP નેતાઓ માટે પ્રવેશબંધીના બેનર અને 2027 ચૂંટણી બહિષ્કારની ચીમકી અપાઈ

Top Stories Gujarat Others
Morbi Farmers Protest 2027 ચૂંટણી બહિષ્કારની ચીમકી

Morbi News: મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇન અને વીજપોલ માટે જમીનના ઉપયોગ સામે યોગ્ય વળતરની માંગને લઈને ખેડૂતોનું આંદોલન (Morbi Farmers Protest) હવે વધુ ઉગ્ર બન્યું છે. વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ વચ્ચે મોરબી પંથકના 50થી વધુ ગામોમાં ભાજપના નેતાઓ અને આગેવાનો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. એટલું જ નહીં, ખેડૂતો દ્વારા આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી (2027 Election Boycott) આપવામાં આવી છે.

Morbi Farmers Protest: વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ

Morbi Farmers Protest 2027 ચૂંટણી બહિષ્કારની ચીમકી

મોરબી જિલ્લામાં ખાનગી કંપનીઓની ટ્રાન્સમિશન લાઇન માટે ખેડૂતોની જમીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીન અને પાકને થનારા નુકસાનની સરખામણીએ તેમને યોગ્ય વળતર (Power Pole Compensation) આપવામાં આવતું નથી. સરકારી પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવેલા વળતરને પણ ખેડૂતો અસ્વીકાર્ય ગણાવી રહ્યા છે અને વધુ યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.

આદરણામાં યોજાઈ વિશાળ ખેડૂત સભા

આ મુદ્દે મોરબીના આદરણા ખાતે ખેડૂતોની વિશાળ સભા યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને ટ્રાન્સમિશન લાઇન તથા વીજપોલના વળતર મુદ્દે સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે જમીનનો ઉપયોગ ખાનગી કંપનીઓના પ્રોજેક્ટ માટે થઈ રહ્યો હોય તો અસરગ્રસ્ત ખેડૂતોના હિતોનું પણ યોગ્ય રીતે રક્ષણ થવું જોઈએ.

Morbi Farmers Protest 2027 ચૂંટણી બહિષ્કારની ચીમકી

50થી વધુ ગામોમાં ભાજપ પ્રવેશબંધી

વળતરના મુદ્દે ચાલી રહેલા આંદોલને હવે રાજકીય સ્વરૂપ પણ ધારણ કર્યું છે. મોરબી પંથકના 50થી વધુ ગામોમાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં (BJP Entry Ban Morbi) આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતો અને ગ્રામજનો દ્વારા આ બેનરો મારફતે સરકાર તથા શાસક પક્ષ સામે પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

2027ની ચૂંટણીના બહિષ્કારની ચીમકી

ખેડૂતોએ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને પણ મોટો નિર્ણય જાહેર કર્યો છે. જો તેમની વળતરની માંગનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. ખેડૂતોના આ નિર્ણયથી મોરબીના રાજકીય માહોલમાં પણ ચર્ચા તેજ બની છે.

જેતપર સત્યાગ્રહ છાવણીમાં આજે જાહેરસભા

મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ગુજરાત સત્યાગ્રહ છાવણીના આંદોલનને હવે રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. આજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને ચૌધરી યુદ્ધવીરસિંહ સત્યાગ્રહ છાવણીની મુલાકાત લેવાના છે. બંને નેતાઓ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં યોજાનારી જાહેરસભાને સંબોધિત કરશે.

આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા

રાષ્ટ્રીય સ્તરના ખેડૂત નેતાઓની હાજરીને કારણે મોરબીનું આંદોલન આગામી દિવસોમાં વધુ વ્યાપક બને તેવી શક્યતા છે. ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે. હવે સરકાર અને વહીવટી તંત્ર ખેડૂતોની માંગ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો: મોરબીના જેતપરમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતો અડગ, MRC કમિટીમાં જોડાવાનો ઇનકાર

આ પણ વાંચો: મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું મહા આંદોલન: 350 ગામના ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી રેલી, નવી નીતિનો વિરોધ

આ પણ વાંચો: મોરબીમાં વીજપોલ વિવાદ ઉગ્ર બન્યો: કલેક્ટર કચેરી સામે 22 ગામના સરપંચો-ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ