2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા કોંગ્રેસ સહિત 26 વિરોધ પક્ષોએ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA) નામના ગઠબંધનની રચના કરી છે. જોકે, આ ગઠબંધનમાં ફૂટ પડી હોય તેવા સમાચાર સામે આવી રહી છે.
મધ્ય પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સમજાવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે ટીકમગઢ જીલ્લાના જતારામાં એક ચૂંટણી સભા સંબોધી હતી. સભાને સંબોધતા તેમણે કોંગ્રેસ અને ભાજપને આડેહાથ લેવોનો એક મોકો છોડ્યો નહતો. તેમણે કોંગ્રેસ પર મત માટે જાતિ આધારિત વસ્તીગણતરીનો આરોપ લગાવ્યો તો ભાજપ પર લોકતંત્રમાં વિશ્વાહ નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો.
અખિલેશ યાદવે કોંગ્રેસના ચાલુ પાર્ટી હોવાનો આરોપ લગાવી મત નહીં આપવાની અપીલ કરી હતી. કોંગ્રેસ ફક્ત મત માટે જાતિ આધારિત વસ્તીગણતરીની માગ કરી રહી છે.
બીજેપીને આડે હાથ લેતા અખિલેશે કહ્યું કે જો રાશનના નામ પર કંઇ નથી મળતું તો મત શા માટે બીજેપીને મત આપવો જોઇએ. કોંગ્રેસને પણ મત ન આપતા, સાવધાન રહેજો. બંસલજી દુખી હતા કારણકે કોંગ્રેસે તેમને દગો આપ્યો હતો. જો કોંગ્રેસ અમને દગો આપી શકે તો તમારી સાથે આવું કેમ ન કરી શકે. કોંગ્રેસથી સાવધાન રહેવાની જરૂર છે.
#WATCH | Tikamgarh, Madhya Pradesh: Samajwadi Party chief Akhilesh Yadav says "…If you are getting nothing as ration, then why will you vote for BJP? Do not even vote for Congress, they are a very cunning party…If Congress can cheat on us…Congress wants caste-based census… pic.twitter.com/p1rXnlKICg
— ANI (@ANI) November 5, 2023
અમે મધ્ય પ્રદેશમાં નવી શરૂઆત કરી રહ્યાં છીએ એ વાત સાચી છે પરંતુ અમે રાજ્યમાં સતત કામ કરતા રહીશું. અમને રાજ્યના યુવાનોના પર વિશ્વાસ છે. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની અમારી ઇચ્છા છે. ભાજપ અને કોંગ્રેસની વાતમાં આવતા નહીં. કોંગ્રેસ ફક્ત રાજનીતિ માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ કરે છે જ્યારે અમે તમને હક અપાવવા માટે માગ કરી છે.
અખિલેશ ભાજપને લઇ કહ્યું કે તેની કામ કરવાની રીત અલગ છે. ભાજપના લોકોને લોકતંત્ર પર નહીં લૂટતંત્ર પર વિશ્વાસ કરે છે. જો તમે આકંડા પર નજર ફેરવશો તો મધ્ય પ્રદેશમાં સૌથી વધાર પીડિત મહિલાઓ છે. તેમાં પણ દલિત અને આદિવાસી સમાજની મહિલાઓ વધારે છે. અમે લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરી હતી કે ફરિયાદ મળતાની દસમી મિનિટે પોલીસ ઘટના સ્થળે પહોંચી જાય. મધ્ય પ્રદેશમાં આવી કોઇ વ્યવસ્થા નજર નથી આવતી. મે મારી પાછળની સભામાં પુછ્યુ કે કોઇ ઘટના બને તો મધ્ય પ્રદેશ પોલીસ ક્યારે પહોંચે છે તો લોકોએ કહ્યું જો ઘટના સવારની હોય તો બીજા દિવસે સવારે પોલીસ પહોંચે છે.
