Mantavya Exclusive/ મંતવ્ય ન્યૂઝના પર્દાફાશના કારણે આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો ફરાર

મંતવ્ય ન્યૂઝે ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો તેના પછી આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં ભાગદોડ મચી ગઈ છે. તેમા પણ આકાશ ઇન્સ્ટિટ્યુટના મંતવ્ય ન્યૂઝે કરેલા રહસ્યોદઘાટન પછી અમદાવાદ ખાતે આકાશ ઇન્સ્ટિટ્યુટ એકદમ ખાલી કરી દેવામાં આવ્યું છે.

Gujarat Top Stories Ahmedabad Mantavya Exclusive Breaking News

Ahmedabad News: મંતવ્ય ન્યૂઝે ગુજરાતમાં શિક્ષણના નામે ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો તેના પછી આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં ભાગદોડ મચી ગઈ છે. તેમા પણ આકાશ ઇન્સ્ટિટ્યુટના મંતવ્ય ન્યૂઝે કરેલા રહસ્યોદઘાટન પછી અમદાવાદ ખાતે આકાશ ઇન્સ્ટિટ્યુટ એકદમ ખાલી કરી દેવામાં આવ્યું છે.

આ અંગે માનવામાં આવે છે કે ભાવિ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે તથા ગમે ત્યારે પોલીસ દરવાજા ઊભા રહી જાય તે ડરના કારણે અથવા તો વાલીઓને જવાબ આપવો પડે અને તેઓ ઓફિસો આવીને હોબાળો મચાવે તે ડરના લીધે સ્ટિંગ ઓપરેશન પછી આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો ભાગી ગયા હોવાનું મનાય છે.

હાલમાં તો સ્ટિંગ ઓપરેશન પછી હવે ગમે ત્યારે આકાશ અને એલન ઇન્સ્ટિટ્યુટને પર કાયદાની તલવાર લટકી રહી છે. આ સંજોગોમાં ગમે ત્યારે તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. શિક્ષણની આડમાં કરોડોનો કાળો ધંધો કરતા આકાશના સંચાલકો રીતસરના પાતાળમાં ઉતરી ગયા હોવાનું માનવામાં આવે છે. સ્ટિંગ ઓપરેશનમાં આકાશ તેમના કાળા કારનામા સ્વીકારી ચૂક્યું છે.

આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકો કદાચ અત્યારથી જ હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી દે તો નવાઈ નહીં લાગે. આ સ્ટિંગ ઓપરેશનના પગલે હાંફળાફાંફળા થયેલા શાળાના સંચાલકો હવે આક્રમક અભિગમ અપનાવવા પર ઉતરી આવ્યા છે અને તેમના કૌભાંડને શૂટ કરી રહેલી મંતવ્ય ન્યૂઝની ટીમે હુમલાની ધમકી આપી છે. હાથપગ તોડી નાખવાની ધમકી આપી છે. આને કહેવાય એક તો ચોરી અને ઉપરથી સીનાચોરી. આ કૌભાંડીઓ રીતસર કૌભાંડ કરીને લાજવાના બદલે ગાજે છે. તેમને તંત્રની પરવા નથી. તે હવે રીતસર ધમકી આપવા પર ઉતરી આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Mantavya Exclusive/વડોદરામાં શિક્ષણ કૌભાંડ: DEOની ચૂપ્પી, હાઈકમાન્ડ નિષ્ક્રિય

આ પણ વાંચો: Surat News/સુરતમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટનો ખેલ- વિદ્યાર્થીઓ ‘ડમી’, પણ ‘કૌભાંડ અસલી’

આ પણ વાંચો: Mantavya Exclusive/મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનના ન્યૂઝને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યુ ટ્વીટ