Gujarat Weather: ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગે (IMD) વરસાદ (Rain)ની આગાહી કરી છે. ભારે પવન સાથે વરસાદ પડવાની વધુ શક્યતાઓ છે. કચ્છ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, આણંદ, ભરૂચ, નવસારીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 29 જૂનના રોજ નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિ ભારેની આગાહી, કચ્છ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. 30 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ ખાબકશે. દીવ, છોટા ઉદેપુર, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યના 213 તાલુકામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દ્વારકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના જાંબુઘોડામાં પણ 2.5 ઇંચ, વલસાડ, પ્રાંતિજ, પોરબંદરમાં 2-2 ઇંચ, કરજણ, ચીખલી અને ભરૂચમાં 1.8 ઇંચ, ગણદેવી, કલ્યાણપુર અને વ્યારામાં 1.5 ઇંચ, બહુચરાજી, બાવળા, વાઘોડિયામાં 1.4 ઇંચ, વાપી, ઉમરગામ, મહુવામાં 1.3 ઇંચ, નડિયાદ, ડભોઇ અને કપરાડામાં 1.2 ઇંચ, વડોદરા, સુરત શહેર અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
1 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 2 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
3 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
