@નિકુંજ પટેલ
અમરેલીના લાલાવદર ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી પોલીસને ત્રણ જણાના મૃતદેહ મળતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોમાં પતિ, પત્ની અને સાળીનો સમાવેશ થાય છે. અન્ય રાજયમાંથી તેઓ ખેત મજૂરી કરવા આવ્યા હતા. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
લાલાવદર ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી ત્રણ જણાના મૃતદેહ મળ્યા હતા. જેમાં પતિ, પત્ની તથા પત્નીની બહેનનો સમાવેશ થાય છે. આ અંગે જાણ કરાતા અમરેલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા હતા. અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા પણ આ બનાવને પગલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ત્રણેય મૃતકો પરપ્રાતિય હતા અને વાડીમાં ખેત મજૂરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. જોકે તેમણે શા માટે આપઘાત કર્યો તે તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. તે સિવાય આ બનાવ બે દિવસ પહેલા બન્યો હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:ATM loot/ગાંધીધામમાંથી ATM વાન ઉઠાવી ગયો એક શખ્શ, અંદર હતા કરોડો રૂપિયા…
આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’
આ પણ વાંચો:Green wood-Black Business/બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન