ગેરકાયદેસર હથિયારો/ ભાવનગરમાંથી 5 ગેરકાયદેસર હથિયારો સાથે 6 આરોપી ઝડપાયા

@અલ્પેશ ડાભી , ભાવનગર  ભગવાન જગન્નાથની આગામી રથયાત્રા અનુસંધાને ભાવનગર શહેર પોલીસના ત્રણ દિવસ દરમ્યાન અલગ અલગ ૦૩ દરોડામાં ૦૫ જેટલા ગેરકાયદેસર પિસ્ટલ/રીવોલ્વર/તમંચા જેવા હથીયારો અને ૧૪ જીવતા કાર્ટીસ સાથે છ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ…. ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર હોય જે અનુસંધાને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે સારૂ ભાવનગર શહેરના તમામ પ્રવેશ […]

Gujarat

@અલ્પેશ ડાભી , ભાવનગર 

ભગવાન જગન્નાથની આગામી રથયાત્રા અનુસંધાને ભાવનગર શહેર પોલીસના ત્રણ દિવસ દરમ્યાન અલગ અલગ ૦૩ દરોડામાં ૦૫ જેટલા ગેરકાયદેસર પિસ્ટલ/રીવોલ્વર/તમંચા જેવા હથીયારો અને ૧૪ જીવતા કાર્ટીસ સાથે છ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ….

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર હોય જે અનુસંધાને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે સારૂ ભાવનગર શહેરના તમામ પ્રવેશ દ્વાર પર સધન વાહન ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ માણસોને તથા બહાર ના રાજ્યમાંથી ભાવનગરમાં પ્રવેશતા માણસો પર વોચ રાખી તેમજ હાલમાં જેલમાંથી છુટેલ માણસોની તપાસ કરવા તથા જુના હીસ્ટ્રીશીટર/એમ.સી.આર પર પગલા લઇ તેઓની ગતીવિધી પર ધ્યાન રાખવા તેમજ ચોરી, ઇંગ્લીસ દારૂ/જુગાર જેવી પ્રવૃતિ પર રોક લગાવવા તેમજ સત્વરે અમલ કરાવવા પોલીસ તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે.

ભાવનગર શહેર વિભાગના ડી-સ્ટાફના પોલીસ કર્મચારીઓનું ગૃપ બનાવી તેમાં સતત તેઓને માર્ગદર્શન તથા જરૂરી સોર્સ પુરા પાડતા ઘોઘારોડ પોલીસ સ્ટેશન, ગંગાજળીયા પોલીસ સ્ટેશન તથા ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર પિસ્ટલ તથા રીવોલ્વર જેવા ૦૫ પ્રાણઘાતક હથીયારો ૧૪ જેટલા જીવતા કાર્ટીસ સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૨/૦૭/૨૦૨૧ ના રાત્રીના વાહન ચેકીંગ દરમ્યાન શિશુવિહાર સર્કલ પાસેથી એક કાળા કલરની મહીન્દ્રા XUV 300 હોય જેના રજી નં.જોતા GJ-11-BR-4664 ની કાર ચેક કરતા આરોપી પરવેઝભાઇ અબ્દુલવહાબભાઇ શેખ, ઉવ.૪૦ રહે.જોગીવાડની ટાંકી, કાંમ્બડ ફળી, શેખજી મંજીલ, ભાવનગરવાળા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૦૩, કિ.રૂ.૩૦૦/- તથા મહિન્દ્રા XUV300 કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૧૫,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ઝડપી લઇ આરોપી વિરૂધ્ધ આર્મ્‍સ એક્ટ કલમ ૨૫(૧) (૧-બી), એ મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યાવાહી હાથ ધરેલ છે.

ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તા.૦૪/૦૭/૨૦૨૧ ના રોજ ગંગાજળીયા ડી સ્ટાફને ચોક્કસ હકિકત મળેલ કે ભાવનગર બી ડીવીજન (ઘોઘારોડ) પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૯૦/૨૦૦૩, ઇ.પી.કો કલમ-૩૦૨, ૩૪ વિગેરે ના કામે આજીવન સજા પામેલ અને રાજ્કોટ મધ્યસ્થ જેલ માંથી ફર્લો રજા મેળવી જેલમા હાજર નહિ થઇ છેલ્લા પાંચેક વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર રહેલ પાકા કામનો કેદી ઘનશ્યામ ઉર્ફે ઘંટી જગજીવનદાસ દાણીધરીયા, રહે. રાજુલા ઠે.જેબીનગર જયશ્યામ કોમ્પલેક્ષ સામે, ભેરાઇરોડ, સ્વામીનારાયણ મંદીરવાળો ખાંચો, તા.રાજુલા જી.અમરેલી રહે.હાલ ઘોઘાસર્કલ, ટી.વીલ કેંન્દ્ર શ્રમજીવી વિસ્તાર, મંગળા માતાના મંદીર પાસે ભાવનગરવાળો ભાવનગર ખારગેટ ચોક જલારામ મંદીર વાળા ખાંચામા લોહાણા સમાજ ની વાડી પાસે ઉભેલ છે.

મજકુરની પાસે તેના પેંન્ટના નેફામા ગેર કાયદેસર ફાયર આર્મ્સ હથીયાર પણ છે તેવી ચોકકસ હકિકત મળતા તુરત ગંગાજળીયા પોલીસ ટીમ ના માણસો પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી લઇ તેના કબ્જા માંથી દેશી બનાવટનો તમંચો તથા પેંન્ટના ખીસ્સા માંથી જીવતા કાર્ટીસ નંગ-૦૨ કુલ કિં.રૂ.૫૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આસી. સબ ઇન્સ. કુલદિપસિંહ વાઘેલાએ શ્રી સ.ત ફરીયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યાવાહી હાથ ધરેલ છે.

ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે તા.૦૫/૦૭/૨૦૨૧ ના રોજ ભરતનગર ડી-સ્ટાફને ચોક્કસ હકિકત મળેલ કે તોફીકભાઇ રફીકભાઇ શેખ રહે.સાઢીયાવાડ, ભુતના લીબડા પાસે મહમ્મદી બાગની બાજુમાં ભાવનગર વાળો ફુલજરીયા હનુમાનજી મંદીરથી બુધેલ જવાના કાંચા રસ્તે નળમાં આટા ફેરા મારે છે અને તેની પાસે રીવોલ્વરો તથા કાર્ટીસ છે અને તેણે અસ્લમભાઇ કાદરભાઇ ખોખર રહે.સાઢીયાવાડ ભુતના લીંબડા પાસે ભાવનગર તથા આદીલભાઇ હુસેનભાઇ ગનેજા રહે.સાઢીયાવાડ આરબ જમાત હોલ પાસે ભાવનગર વાળાઓને રીવોલ્વર તથા કાર્ટીસ વેચવાના હોય.

જેથી તેઓને ત્યા બોલાવેલ છે જે હકિકત આધારે નં.(૧) તોફીકભાઇ રફીકભાઇ શેખ, ઉવ.૩૩, રહે.સાઢીયાવાડ, ભુતના લીબડા પાસે, મહમ્મદીબાગની બાજુમાં ભાવનગરવાળા પાસેથી પીસ્ટલ કીં.રૂ.૨૫,૦૦૦/- તેમજ જીવતા કાર્ટીસ નંગ-૦૩ કીં.રૂ.૩૦૦/- તથા નં.(૨) અસ્લમભાઇ કાદરભાઇ ખોખર, ઉવ.૩૭, રહે.સાઢીયાવાડ, ભુતના લીંબડા પાસે, ભાવનગરવાળા પાસેથી પાસેથી પીસ્ટલ કીં.રૂ.૨૫,૦૦૦/- તેમજ જીવતા કાર્ટીસ નંગ-૦૩ કીં.રૂ.૩૦૦/- તેમજ નં.(૩) આદીલભાઇ હુસેનભાઇ ગનેજા, ઉવ.૨૬, રહે.સાઢીયાવાડ, આરબ જમાત હોલ પાસે, ભાવનગરવાળા પાસેથી પણ પીસ્ટલ કીં.રૂ.૨૫,૦૦૦/- તેમજ જીવતા કાર્ટીસ નંગ-૦૩ કીં.રૂ.૩૦૦/- સાથે રૂા.૭૫,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી આર્મ્સ એક્ટ હેઠળ ભરતનગર પોલીસે હાથ ધરેલ છે.

આમ ભગવાન જગન્નાથની આગામી રથયાત્રા અનુસંધાને ભાવનગર શહેર પોલીસના ત્રણ દિવસ દરમ્યાન અલગ અલગ ૦૩ દરોડામાં ૦૫ જેટલા ગેરકાયદેસર પિસ્ટલ/રીવોલ્વર/તમંચા જેવા હથીયારો અને ૧૪ જીવતા કાર્ટીસ સાથે છ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ….