ATM loot/ ગાંધીધામમાં 2.13 કરોડ લોડેડ કેશવાન લૂંટનાર કેશ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીઓ જ નિકળ્યા..!

ગુજરાતમાં ATMમાં રૂપિયા 2 કરોડ જમા કરાવવા જતી વાન લઈને એક અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. મામલાની માહિતી મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી અને વાનને કબજે કરી લીધી.

Top Stories Gujarat Others
ATM

ટ્રાફિકથી સતત ધમધમતાં ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી ગઈ કાલે 2.13 કરોડથી વધુ રોકડ રૂપિયા ભરેલ કેશવાનને અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે હંકારી જતાં ભારે દોડધામ મચી હતી અને પોલીસ અને કૅશવાનના કર્મચારીઓએ પીછો કરતા આરોપી વાન મૂકી નાસી છૂટયા હતા અને આજે પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ATMમાં રૂપિયા લોડ કરવામાં આવેલ કેશવાનમાં રહેલા 2.13 કરોડની લૂંટમાં 6 આરોપીઓ ઝડપાયા

હીટાચી કેસ મેનેજમેન્ટ સર્વીસ પ્રા.લી નામની કંપની બેંકમાંથી રૂપિયા પોતાની કંપનીની કેશવાનમાં લોડ કરી અલગ અલગ એ.ટી.એમમાં રૂપિયા નાખવાનુ કામ કરે છે.ગઈ કાલે સવારના સમયમાં કંપનીના કસ્ટોડીયન કર્મચારીઓ એસ.બી.આઈ બેંક, બેન્ડીંગ સર્કલ ગાંધીધામ પાસેથી કંપનીની કેશવાન ટાટા યોધ્ધા વાહનમાં રોકડા 2.13 કરોડ ભરી કેશવાનને લોક કરી થોડે આગળ ચા નાસ્તો ક૨વા માટે ગયેલ ત્યારે આરોપીઓ દ્વારા આ કેશ વાનને ડુપ્લીકેટ ચાવીથી ખોલી કેશવાનની લુંટ કરી નાશી ગયા હતા.

Untitled 5 3 ગાંધીધામમાં 2.13 કરોડ લોડેડ કેશવાન લૂંટનાર કેશ મેનેજમેન્ટ કંપનીના કર્મચારીઓ જ નિકળ્યા..!

જાગૃત નાગરિકે પણ કરી પોલીસની મદદ

આ ઘટના અંગે પોલીસને જાણ થતા ભચાઉ તરફના રસ્તા ઉપર નાકાબંધી કરી પોલીસની ટીમો તાત્કાલીક કેશવાનનો પીછો કર્યો હતો તેમજ કસ્ટોડીયન દીપક સથવારા એક એક્ટીવા ઉભી રાખીને કેશવાનનો પીછો કર્યો હતો તે દરમ્યાન આરોપીઓ દ્વારા કેશવાનથી ગાંધીધામના રહેવાસી દર્શિતભાઈ ઠક્કર નામના વ્યક્તિના વાહનને ટક્કર મારવામાં આવી હતી.ત્યાર બાદ આરોપીઓ કેશવાન હંકારીને ભચાઉ હાઈવે તરફ ભાગી ગયેલ જેથી દર્શિતભાઈ ઠક્કરે પણ પોતાના વાહનથી કસ્ટોડીયન દીપક સથવારાને સાથે લઈ કેશવાનનો પીછો કર્યો હતો અને સતત પોલીસના સંપર્કમાં રહીને અપડેટ આપી હતી.

ઈ.પી.કો-392 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો

આ દરમિયાન પોલીસની ગાડી પણ કેશવાનનો પીછો કરતી હતી અને મીઠીરોહર ગામ જતા આરોપીઓ એ પોતાની પોલીસની જીપ તથા પ્રાઈવેટ વાહનથી પીછો થતો હોવાનુ જણાઈ આવતા કેશવાનને મૂકી નાશી ગયા હતા. પોલીસની ટીમે તરત સ્થળ પણ પહોંચી જઈને કેશવાનનો કબ્જો મેળવી લીધો હતો. આ ચકચારી લુંટના બનાવ સબંધે ગાંધીધામ એ.ડીવિઝનમાં ઈ.પી.કો-392 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

6 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

આ લુંટનો ઉકેલ લાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની આગેવાનીમાં એન.એન.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી ની ટીમ તથા પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.દવે તથા એ’ડીવીઝન ગાંધીધામના પોલીસ ઇન્સપેક્ટર એ.એમ મોરી તથા એ’ડીવીઝન ગાંધીધામના પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તાત્કાલીક ભચાઉ તથા સામખ્યારી પોલીસ સ્ટેશનને નાકા બંધી કરવા જાણ કરવામાં આવી હતી અને સ્થાનીક જગ્યાની વિઝીટ કરી આરોપીઓ કેશવાન લઈને જે વિસ્તારમાં ભાગી ગયેલ તે વિસ્તારના તમામ સી.સી.ટીવી ફુટેઝ ચેક કરી, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ગણતરીના સમયમાં આ ગુનામાં સંડોવાયેલ તમામ 6 આરોપીઓને ઝડપી ગુનામા ઉપયોગ કરેલ વાહનો અને મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમામ આરોપીઓ 19થી 25 વર્ષની ઉંમરના..!

ઉલ્લેખનિય છે કે ઝડપાયેલ તમામ આરોપીઓ 19 વર્ષથી 25 વર્ષ સુધીની ઉંમરના છે આરોપીઓ પૈકી આરોપી વિવેક ઉર્ફે વિવાન તથા નીતીન ગજરા બન્ને હીટાચી કેસ મેનેજમેન્ટ સર્વીસ પ્રા.લી નામની કંપનીમાં કસ્ટોડીયન તરીકે ની ફરજ બજાવતા હતા તેઓ બંન્ને એ આજથી આશરે 1.5 માસ પહેલા કેશવાન દ્વારા રોકડા રૂપિયા એ.ટી.એમમાં ભરવા જાય ત્યારે તે રૂપિયા એ.એટી.એમમાં ભરવાના બદલે બારોબાર પોતાના માટે મેળવી લેવાનો પ્લાન ઘડેલ હતો પરંતુ બન્ને આરોપીઓની કસ્ટોડીયનમાંથી કેસ કલેકશનની નોકરી આપતા ઘડેલ પ્લાન ફેલ ગયેલ અને ત્યારબાદ લુંટના ગુનાને અંજામ આપવા માટે વીવેક ઉર્ફે વીવાનના ઘરે સદરહુ કેશવાન યોધા રાત્રી દરમ્યાન દરરોજ પાર્ક થતી હતી અને ચાવી તેઓની પાસે રહેતી હોય જેથી ઓરીજનલ ચાવી ગૌતમ વિંઝોડાને ડુપ્લીકેટ ચાવી બનાવવા માટે આપી હતી અને નીતીન ભાનુશાળીએ કેશવાનના રોકાયેલા કર્મચારીઓને ચા-નાસ્તો કરવાના બહાને કેશવાનથી દુર લઈ ગયેલ અને દીનેશ ફફલ
તથા રાહુલ સંજોટ તથા રાહુલ બારોટ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને બાદમા દીનેશ ફફ્લે ડુપ્લીકેટ ચાવીથી કેશવાનને ચાલુ કરી નાશી ગયા હતા. આરોપી રાહુલ સંજોટ અને રાહુલ બારોટ બંને જણા સ્વીફ્ટ કારથી કેશવાનની પાછળ પાછળ ગયા હતા.અને ગૌતમ વિંઝોડા આર્ટિકા કારથી આગળ ઊભો હતો.

ઝડપાયેલ આરોપીઓના નામ:

(1) રાહુલ રામજીભાઈ સંજોટ ઉ.વ-25
(2) વિવેક ઉર્ફે વિવાન રામજીભાઈ સંજોટ ઉ.વ-22
(3) દિનેશ વેલજીભાઈ ફફલ ઉ.વ-21
(4) રાહુલ હીરજીભાઈ બારોટ ઉ.વ-20
(5) નીતીન ગોપાલભાઈ ગજરા ઉ.વ-23
(6) ગૌતમ પ્રકાશ વિંઝોડા ઉ.વ- 19


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

આ પણ વાંચો:Green wood-Black Business/બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન

આ પણ વાંચો:અંગદાન/અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન, ‘લોકોએ એકજુટ થવું પડશે’….